Western Times News

Gujarati News

કોરોનાની વચ્ચે મહારાષ્ટ્રમાં આજથી ધાર્મિક સ્થળો ખુલશે

મુંબઈ: મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ શનિવારે જાહેરાત કરી છે કે, રાજ્યના તમામ ધાર્મિક સ્થળો સોમવારથી ખોલવામાં આવશે. ભૂતકાળમાં તમામ રાજકીય વિરોધ હોવા છતાં ધાર્મિક સ્થળો ન ખોલતા ઉદ્ધવ સરકારે હવે તમામ ધાર્મિક સ્થળો ખોલવાની મંજૂરી આપી દીધી છે. આ સિવાય સરકારે એમ પણ કહ્યું છે કે તે રાજ્યમાં સ્કૂલો ખોલવા અંગે વિચારી રહી છે. ઉદ્ધવે કહ્યું કે, ‘અમે તમામ સાવચેતીનાં પગલાં લઈ રહ્યા છીએ અને દિવાળી પછી શાળા ફરી શરૂ કરવા વિચારણા કરી રહ્યા છીએ. ધાર્મિક સ્થળો ખોલવાની મંજૂરી પણ અપાશે.

તમામ મંદિરો સોમવારથી ખોલવામાં આવી રહ્યા છે. પ્રદૂષણ અને કોરોના વચ્ચેના સંબંધો વિશે ઉદ્ધવે કહ્યું કે, ‘કોરોના પ્રદૂષણથી પ્રભાવિત થઈ શકે છે. હું લોકોને અપીલ કરું છું કે ફટાકડા ફોડવાને બદલે માટીના દીવા સળગાવો. દિવાળી પછીના ૧૫ દિવસ મહત્વપૂર્ણ રહેશે, આપણે સાવચેત રહેવું જોઈએ જેથી ફરીથી લોકડાઉન થવાની સંભાવના ન રહે.’
કોરોના અંગે સંપૂર્ણ સાવચેતી રાખવાનો આગ્રહ કરતા ઉદ્ધવે કહ્યું કે, ‘કોવિડ -૧૯ દર્દી ભીડમાં માસ્ક વિના ચાલતા લગભગ ૪૦૦ લોકોને ચેપ લગાવી શકે છે.’ આ પહેલા વેબિનારની એક બેઠકમાં ઠાકરેએ કહ્યું હતું કે, વૈશ્વિક પરિસ્થિતિને જોતા કોરોનાની બીજી લહેરની શક્યતા નકારી શકાય નહીં. દિવાળી પછીના કેટલાક દિવસો માટે વધુ જાગૃત રહેવાની જરૂર છે.

જે શાળાઓમાં આઈસોલેશન વોર્ડ સ્થાપિત થયા હતા તે બંધ કરી શકાતા નથી. સ્થાનિક વહીવટીતંત્રે ર્નિણય લેવો જોઇએ કે શું આવી શાળાઓ વૈકલ્પિક સ્થળોએ શરૂ કરી શકાય છે. શાળાઓની સ્વચ્છતા, શિક્ષકોની કોરોના નિરીક્ષણ જેવી દરેક બાબતની કાળજી લેવી જરૂરી છે.

મુખ્યમંત્રી ઠાકરેએ વિદ્યાર્થીઓના માતાપિતાને અપીલ કરી છે કે, જો તેમનું બાળક બીમાર હોય અથવા જો પરિવારનો કોઈ સભ્ય બીમાર હોય તો તેમના બાળકોને શાળામાં ન મોકલવા. આ પ્રસંગે શાળાના શિક્ષણમંત્રી ગાયકવાડે જણાવ્યું હતું કે, શાળા શરૂ થાય તે પહેલા ૧૭થી ૨૨ નવેમ્બર દરમિયાન સ્થાનિક વહીવટી દ્વારા તમામ શિક્ષકોના ટેસ્ટ કરવામાં આવશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓનું થર્મલ ચેકિંગ પણ કરવામાં આવશે. એક બેંચ પર એક જ વિદ્યાર્થીને બેસાડવામાં આવશે. રાજ્યમંત્રી બચ્યુ કડૂએ જણાવ્યું હતું કે,

શાળાઓને તબક્કાવાર શરૂ કરવામાં આવશે. ધર્મસ્થળો ખોલવાના ર્નિણય અંગે ઉદ્ધવ સરકારના મંત્રી જયંત પાટિલે તેને યોગ્ય સમયે લેવામાં આવેલ યોગ્ય ર્નિણય ગણાવ્યો છે. તેમણે કહ્યું કે આ ર્નિણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે કોરોના દર્દીઓની સંખ્યા ઓછી છે. પાટિલે કહ્યું કે, તમામ ધાર્મિક સ્થળો માટે સમાન નિયમો હશે. માસ્ક-સેનિટાઈઝરનો ઉપયોગ ફરજિયાત રહેશે. સામાજિક અંતર ખૂબ મહત્વપૂર્ણ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.