કોરોનાની સારવારમાં વપરાતી ‘ફેબિફ્લુ’ દવાની પણ અછત
કોરોનાના ડરે જરૂર ન હોય તે પણ દવાનો સ્ટોક કરી રહ્યા છે
(એજન્સી) અમદાવાદ, કોરોનાની સારવારમાં વપરાતી ફેબિફ્લુ નામની દવાની પણ અછત ઉભી થઈ છે. કેમિસ્ટ એસોસીએશન ના જણાવ્યા અનુસાર લોકો પેનિકમાં આવીને આ દવાનો સ્ટોક કરી રહ્યા હોવાથી અને કેસના વધારાના કારણે આ દવાની માંગમાં વધારો થતાં દવા બજારમાં ફેબિફ્લુ દવા મળતી નથી. રેમડેસિવિર ઈન્જેકશનની જેમ હવે આ દવા માટેે પણ લોકો દોડાદોડી કરી રહ્યા છે.
કોરોનાની મહામારીને કારણે શહેરીજનો માટે પેનિકમાં ફેરવી રહ્યા છે. સ્થાનિક તંત્ર પરથી લોકોને ભરોસો ઉઠી જતાં પોતાનોે અને પરિવારનો જાન બચાવવા માટે જરૂરી એવી તમામ વસ્તુઓનો સ્ટોક કરવા લાગ્યા છે. જેના કારણે કોરોનાની સારવાર માટે ડોક્ટર દ્વારા અપાતી ફેબિફલુ દવાની ખરીદી કરવા લાગ્યા છે.
બિમારી પહેલાં જ લોકો આ દવાનો સ્ટોક કરવા લાગતા તેની અછત સર્જાતા જરૂરીયાતવાળાને ફેબિફ્લુ મેળવવામાં મુશ્કેલી પડે છે. રાણિપ, સાયન્સસિટી, ઘાટલોડીયા, નારણપુરા, નવરંગપુરા સહિતના અનેક વિસ્તારોમાં ફબિફ્લુ દવા મળતી નથી.
આ અંગે ફેડરેશન ઓફ ગુજરાત કેમિસ્ટ એસોસીએશનના પ્રમુખ જશુભાઈ પટેલે જણાવ્યુ હતુ કે
શહેરમાં લોકો કોરોનાના ડરથી એટલા બધા ડરી ગયા છે કે ભયભીત થઈ ગયા છેે કે ભયભીત કરાવી દીધા છે કે જે હાથમાં આવે તેે ખરીદી લેવા માંગે છે. જેના કારણે જેમને જરૂર છે તેમને મુશ્કેલી પડી રહી છે.રેમડેેસિવિર ઈન્જેકશનની જેમ આ દવાના કાળા બજાર ન થાય એ માટે એસોસીએશન દ્વારા પૂરતી નજર રાખવામાં આવી રહી છે.