Western Times News

Gujarati News

કોરોનાની સારવાર દરમિયાન ઘણા ડોક્ટર્સે પોતાના જીવની આહુતી આપી, ડોક્ટર ઈશ્વરનું બીજુ રૂપ : મોદી

નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડોક્ટર્સ ડેના પ્રસંગે દેશના ડોક્ટર્સને સંબોધિત કર્યા. તેમણે કહ્યું કે કોરોનાકાળમાં દેશના ડોક્ટરોએ લાખો લોકોના જીવ બચાવ્યા છે. ઘણા ડોક્ટરોએ સારવાર દરમિયાન પોતાના જીવનની આહુત આપી દીધી છે. કોરોના દરમિયાન આપણા ડોક્ટરોએ જે રીતે દેશની સેવા કરી છે, તે એક પ્રેરણા છે, ડોક્ટરને ઈશ્વરનું બીજુ રૂપ કહેવામાં આવે છે.

પીએમ મોદીએ કહ્યું કે અમારી સરકારે સ્વાસ્થ્ય સેવાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. જ્યારે દેશ કોવિડની વિરુદ્ધ એક મોટી લડાઈ લડી રહ્યો છે, ડોક્ટરોએ લાખો લોકોના જીવ બચાવ્યા છે, ઘણા ડોક્ટરોએ પોતાના અથાગ પ્રયાસોમાં પોતાનુ બલિદાન પણ આપ્યું છે, હું એ તમામ આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પિત કરુ છું.

પોતાની સરકાર તરફથી કરવામાં આવી રહેલા પ્રયત્નો વિશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ગત વર્ષે કોરોનાની પ્રથમ લહેર દરમિયાન અમે સ્વાસ્થ્યના પરંપરાગત ઢાંચામાં સુધારા માટે ૧૫૦૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી, આ વર્ષ સ્વાસ્થ્ય સેવા માટે બે લાખ કરોડ રૂપિયાથી વધુના બજેટની ફાળવણી કરવામાં આવી છે. દેશમાં એમ્સની સંખ્યા વધારવામાં આવી રહી છે. સ્વાસ્થ્ય બજેટ આ વર્ષે બે ગણુ કરવામાં આવ્યું છે.

અગાઉની સરકાર પર નિશાન સધતા વડાપ્રધાને કહ્યું કે આટલા દશકામાં જે પ્રકારનું મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રકચર દેશમાં તૈયાર થયું હતુ, તેની સીમાઓ તમે જાણો છે, અગાઉ મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રકચરની કઈ રીતે અવગણના કરવામાં આવી હતી, તેનાથી પણ તમે પરિચિત છો, અમારી સરકારનો ફોક્સ મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રકચર પર છે. આપણે ડોક્ટરોની સેવાના દમ પર સર્વે ભવંતુ સુખ્નિના આપણા સંકલ્પને અવશ્ય પુરા કરી શકીશું.

પીએમએ કહ્યું કે અમારી સરકારે ડોક્ટર્સની વિરુદ્ધની હિંસા રોકવા માટે ગત વર્ષે જ કાયદામાં ઘણી કડક જાેગવાઈ કરી. તેની સાથે જ અમે કોવિડ વોરિયર્સ માટે ફ્રી ઈન્શ્યોરન્સ કવર સ્કીમ પણ લઈને આવ્યા છે. કોરોના દરમિયાન દેશમાં પ્રતિ લાખની વસ્તીએ સંક્રમણ, મૃત્યુ દરને જાેવામાં આવે તો ભારતની સ્થિતિ મોટા-મોટા વિકસિત અને સમુદ્ધ દેશોની સરખામણીએ ઘણી નિયંત્રણમાં રહી છે. કોઈનું પણ અચાનક મૃત્યુ થવું તે દુઃખ છે, જાેકે ભારતે કોરોના દરમિયાન લાખોનું જીવન બચાવ્યું છે. હું ૧૩૦ કરોડ દેશવાસીઓ તરફથી તમામ ડોક્ટર્સને ધન્યવાદ આપુ છું, આભાર વ્યક્ત કરુ છું. ડોક્ટરને ઈશ્વરનું બીજુ રૂપ કહેવામાં આવે છે. ઘણીવાર એવું લાગવા લાગે છે કે આપણે પોતાના સંબંધીને ગુમાવી દઈશું, જાેકે ડોક્ટર્સ આવા પ્રસંગે દેવદુતની જેમ જીવનની દિશા બદલી નાંખે છે.

પીએમ મોદીએ કહ્યું કે ડો. બી સી રોયની સ્મૃતિમાં મનાવવામાં આવનાર આ દિવસ ડોક્ટર્સની આપણી મેડિકલ ફ્રેટર્નિટીના ઉચ્ચતમ આદર્શોનું પ્રતીક છે. ખાસ કરીને છેલ્લા ૧.૫ વર્ષમાં આપણા ડોક્ટર્સે જે રીતે દેશવાસીઓની સેવા કરી છે, તે એક મિસાલ છે. તેનુ ડોક્યુમેન્ટેશન થવું જાેઈએ. ડોક્ટર્સે જે રીતે સારવાર કરી, તેનુ ડોક્યુમેન્ટેશન કરીને સમગ્ર વિશ્વ સમક્ષ રજૂ કરવું જાેઈએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ડિજિટલ ઈન્ડિયા યોજનાના ૬ વર્ષ પૂર્ણ થવા પર તેના લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાત કરી હતી. મોદીએ કહ્યું હતું કે ડિજિટલ ઈન્ડિયા એટલે કે સૌને તક, સૌને સુવિધા, સૌની ભાગીદારી. ડિજિટલ ઈન્ડિયા એટલે કે સરકારી તંત્ર સુધી સૌની પહોંચ. વડાપ્રધાને વધુમાં કહ્યું હતું કે કોરોના કાળમાં જે ડિજિટલ ઉકેલો ભારતે તૈયાર કર્યા છે, તે આજે સમગ્ર દુનિયામાં ચર્ચા અને આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

મોદીએ કહ્યું હતું કે દુનિયાના સૌથી મોટા ડિજિટલ કોન્ટેક્ટ ટ્રેસિંગ એપમાંથી એક આરોગ્ય સેતુથી કોરોના સંક્રમણને અટકાવવા માટેની ખૂબ જ મદદ મળી છે. વેક્સિનેશન માટે ભારતની કોવિન એપમાં પણ અનેક દેશોએ રસ દાખવ્યો છે. વેક્સિનેશનની પ્રક્રિયા માટે આવું મોનિટરિંગ ટૂલ હોવું તે આપણી ટેકનિકલ કુશળતાનું પ્રમાણ છે.

વડાપ્રધાને કહ્યું હતું કે ડ્રાઇવિંગ લાયસન્સ હોય, જન્મનો દાખલો હોય, વીજળીનું બિલ ભરવાનું હોય, પાણીનું બિલ ભરવાનું હોય, ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાનું હોય, આ પ્રકારના અનેક કામો માટે હવે પ્રક્રિયા ડિજિટલ ઇન્ડિયાની મદદથી ખૂબ જ સરળ, ખૂબ ઝડપી બન્યું છે. ગામડાઓમાં તો આ બધુ હવે પોતાના ઘરની નજીક સીએસસી સેન્ટર પર જ થઈ રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.