કોરોનાની સ્થિતિ મુદ્દે નિષ્ણાંતો સાથે વડાપ્રધાન મોદી વાત કરી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/03/modi1-scaled.jpg)
નવીદિલ્હી: દેશમાં કોરોનાની બીજી લહેરથી સ્થિતિ સતત બગડી રહી છે. આ વચ્ચે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેને લઈને મહત્વની બેઠક યોજી છે. પીએમ મોદીની આ બેઠક સવારે ૯.૩૦ કલાકે શરૂ થઈ હતી. આ બેઠકમાં પ્રધાનમંત્રીએ કોરોનાની સ્થિતિ મુદ્દે નિષ્ણાંતો સાથે વાત કરી હતી.
દેશભરમાં ઓક્સિજન અને દવાઓની ઉપલબ્ધતાની સમીક્ષા કરવા માટે પ્રધાનમંત્રી મોદીએ નિષ્ણાંતો સાથે બેઠક કરી ચર્ચા કરી. સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે પ્રધાનમંત્રી મોદી કોવિડ-૧૯ મહામારીના સંબંધમાં અને તેના વધવાના સંબંધમાં માનવ સંસાધન સ્થિતિની પણ સમીક્ષા કરી હતી.
ભારત સરકારના સૂત્ર પ્રમાણે આ બેઠકમાં ઘણા મહત્વના ર્નિણય લેવામાં આવ્યા છે. જેમ કે નીટ પરીક્ષામાં વિલંબ અને એમબીબીએસ પાસ આઉટના અભ્યાસને પ્રોત્સાહિત કરવાનું સામેલ હોઈ શકે છે, જેથી તે કોવિડ ડ્યૂટીમાં સામેલ થઈ શકે. ર્નિણયોમાં કોવિડ ડ્યૂટીમાં ભારત સરકારના અંતિમ વર્ષ એમબીબીએસ અને નર્સિંગ છાત્રોની સેવાઓનો ઉપયોગ કરવો સામેલ થઈ શકે છે. સરકારી સૂત્રો પ્રમાણે કોવિડ ડ્યૂટી કરનાર ચિકિત્સા કર્મીઓને સરકારી ભરતીમાં પ્રાથમિકતાની સાથે-સાથે નાણાકીય પ્રોત્સાહન પણ આપવામાં આવી શકે છે.
દેશમાં સતત વધી રહેલા કોરોના કેસે બધાની ચિંતા વધારી દીધી છે. રવિવારે રવિવારે ૨૪ કલાકની અંદર ત્રણ લાખથી વધુ કેસ સામે આવ્યા. આ પહેલા શનિવારે આંકડો ચાર લાખે પહોંચ્યો હતો. આ એક દિવસમાં નોંધાયેલા સર્વાધિક કેસ છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં સંક્રમણના ૩,૯૨,૪૮૮ નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન ૩૬૮૯ લોકોના મૃત્યુ પણ થયા છે. દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૧,૯૫,૫૭,૪૫૭ થઈ ગઈ છે. તો અત્યાર સુધી મહામારીને લીધે ૨,૧૫,૫૪૨ લોકોના મૃત્યુ પણ થયા છે.