કોરોનાનું સંક્રમણ વધતા નિયમોની કડક અમલવારી માટે પોલિસ રોડ પર ઉતરી
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: સમગ્ર દેશમાં દિવાળીના તહેવારો બાદ કોરોનાનો વિસ્ફોટ સર્જાયો છે અરવલ્લી જીલ્લા અને શહેરી વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ રોકેટ ગતિએ વધતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે કોરોના વધુ વકરે તેવો ભય પેદા થતા તમામ તંત્રો એલર્ટ થઇ ગયા છે
જીલ્લા એસપી સંજય ખરાતે મોડાસા શહેર સહીત જીલ્લામાં માસ્ક અપ અભિયાન ચલાવ્યું હોય તેમ વાહનચાલકો,ધંધાર્થીઓ અને માસ્ક વગર જાહેરસ્થળોએ રખડપટ્ટી કરતા લોકો સામે દંડાત્મક કામગીરી હાથધરી હતી જીલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં માસ્ક વગર ફરતા વાહનચાલકો સામે કડક કાર્યવાહી હાથધરી હતી
મોડાસા શહેરમાં નગરપાલિકા તંત્ર દ્વારા બજારમાં ફોગીંગની કામગીરી હાથધરી હતી જીલ્લામાં લોકો હજુ પણ કોરોના સંક્રમણ અંગે બેદરકાર હોય તેમ માસ્ક પહેરવાનું મુનાસીબ માનતા નથી ધનસુરા નગરમાં સ્વંયમભુ લોકડાઉનમાં સજ્જડ બંધ રહ્યું હતું.
અરવલ્લી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ હાહાકાર મચાવે તે પહેલાં જ તંત્ર મીટીંગમાંથી બહાર આવી ગ્રાઉન્ડ લેવલે જઈ પાણી પહેલા પાળ બાંધે તેવી માંગ ઉઠી છે.ત્યારે અરવલ્લી જીલ્લા વિકાસ અધિકારી ર્ડો.અનીલ ધામેલીયાએ પણ જીલ્લાની તમામ ગ્રામ પંચાયતમાં પરિપત્ર કરી કોરોના સંક્રમણ અટકાવવા ગ્રામ્ય વિસ્તારોમાં માસ્ક વગર ફરતા લોકો સામે શખ્ત દંડાત્મક કામગીરી કરવામાં આવે
તેમજ દૂધમંડળીઓ,સહકારી મંડળીઓ અને જાહેરસ્થળોએ લોકો એકઠા ન થાય અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા માટે તાકીદ કરી હતી કોરોનાના શંકાસ્પદ દર્દીઓને નજીકના સરકારી દવાખાને લઇ જઈ કોરોના ટેસ્ટ કરાવવા અને કોરોના સંબન્ધિત ગાઈડલાઈનનું ઉલ્લઘન કરતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી થઇ શકે છે જે અંગે સમજણ આપવા તાકીદ કરી હતી.
મોડાસા શહેરમા ડી.વાય.એસ.પી ભરત બસિયાના માર્ગદર્શન હેઠળ જાહેરસ્થળોએ એકઠા થતા લોકોને ટોળે ન વળવા સમજાવાની સાથે માસ્ક વગર બિંદાસ્ત પસાર થતા વાહનચાલકો અને વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરી હતી.લી.જીત હરેશભાઈ ત્રિવેદી,ભિલોડા,જી.અરવલ્લી