કોરોનાને કાબુમાં રાખવા જિલ્લા વિકાસ અધિકારીનું ઉદાહરણરૂપ પગલું
(માહિતી) નડિયાદ, છેલ્લા થોડા દિવસોથી કોરોનાની ત્રીજી લહેરે ગુજરાતમા હાહાકાર મચાવ્યા છે . ત્યારે ખેડા જિલ્લામાં પણ તેની અસર વર્તાય છે. કોરોનાને કાબુમાં રાખવા જિલ્લા વહિવટી તંત્ર ધ્વારા અનેક પગલા લેવામાં આવી રહ્યા છે . સોશ્યલ ડિસ્ટન્સ , માસ્ક અને સેનીટાઈઝરના ઉપયોગની સાથે સાથે વેક્સીનેશન ઉપર પણ ભાર મુકવામાં આવી રહયો છે .
જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઈ દવેના માર્ગદર્શન હેઠળ જિલ્લાની આરોગ્ય શાખા પણ અવિરતપણે કામગીરી કરી રહી છે . આ સાથે સાથે આર્યુવેદીક શાખા અને હોમીયોપેથીક શાખાઓ દ્વારા કોરોનાની સામે રક્ષણ મેળવવા ઉકાળા અને દવાઓનું જિલ્લામાં નિ: શુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે .
તાજેતરમાં જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઈ દવેના માર્ગદર્શન હેઠળ નડિયાદ તાલુકામાં વિવિધ વિસ્તારોમાં આવેલ ચાની કીટલીઓ ઉપર ચા – કોફી પીવા આવનાર વ્યક્તિઓને પણ નિ ઃ શુલ્ક આર્યુવેદીક ઉકાળા નું સેવન કરાવવામાં આવી રહયું છે . જેના કારણે રોજગાર વ્યવસાય કરતી વ્યક્તિઓને સમય કાઢી દવાખાને જવુ ના પડે અને તેઓને તેમના વેપાર – રોજગારની જગ્યાએજ ઉકાળા મળે તો કોરોના સામેની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય અને કોરોનાને કાબુમા રાખવાના જિલ્લા વહિવટી તંત્રના પ્રયત્નો સાર્થક થાય .
નડિયાદ તાલુકામા આ કામગીરી ડો.પુજાબેનની દેખરેખ મુજબ થઈ રહી છે . નડિયાદ તાલુકા હેલ્થ ઓફિસ અંતર્ગત ૮ ધન્વંતરી રથ ધ્વારા નડિયાદ શહેરમા અલગ અલગ ટી – સ્ટોલ ખાતે કોરોના માટે ઉપયોગી રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદીક ઉકાળા નું વિતરણ કરવામા આવે છે .
જેમા મોટી સંખ્યામા નાગરિકોએ ભાગ લીધો હતો . ધન્વંતરી રથ ધ્વારા તમામ જનતા માટે રેપિડ ટેસ્ટ તેમજ આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવે છે . સ્થળ ઉપર લક્ષણ વાળા દર્દીને સારવાર આપવામાં આવે છે.