Western Times News

Gujarati News

કોરોનાને કારણે અનેક લોકોએ કામ-ધંધા બદલ્યા

(પ્રતિનિધિ) અમદાવાદ: કોરોના કાળમાં લોકડાઉન અને અનલોકની સ્થિતિમાં પણ લોકોને કામ ધંધા નહી મળતા અગર તો ઘરાકી ઓછી હોવાથી વેપારીઓને તો ફટકો પડી રહયો છે પરંતુ અમુક વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને પગાર પણ મળતો નથી. પરિણામે આર્થિક તંગીનો સામનો કરી રહેલા અનેક લોકોએ પોતાનો વ્યવસાય બદલી નાંખ્યો છે અગર તો શરમ-સંકોચ વિના કોઈપણ પ્રકારનું કામ કરી રહયા છે. મહેનત અપને લેખકી રેખા, મહેનત સે કર્યા ડરના’એવુ વિચારીને કેટલાય નાગરિકોએ શાકભાજીની લારી કરી છે તો છૂટક કામો શરૂ કરી દીધા છે આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે. એક ખાનગી શાળામાં કામ કરતા શિક્ષકોએ સંચાલકો તરફથી પગાર નહિ કરાતા શિક્ષકો કફોડી હાલતમાં મુકાયા હતા વિદ્યાર્થીઓની ફી નહી આવતા શિક્ષકોનો પગાર થઈ શકતો ન હતો.

બીજી તરફ શિક્ષકોને જીવન નિર્વાહનો પ્રશ્ન હતો. જૂન મહિના સુધીનો પગાર થયો હતો. પરંતુ પગાર નહી થતા શિક્ષકોએ નકકી કર્યુ કે આપણે કંઈક બીજુ કામ કરીએ. અને તેમણે નાસ્તા બનાવવાનું વિચાર્યું તમામ શિક્ષકોએ ભેગા થઈ અલગ-અલગ સૂકા નાસ્તા બનાવવાનું નકકી કર્યંુ. શાળાના સંચાલકની પાસે જઈને વાત કરી. સંચાલકે પણ માનવતા દાખવીને શાળાનું રસોડુ તથા કલાસરૂમ આપ્યો એટલુ જ નહિ માલ સામાન લાવવા માટે રૂપિયા પણ આપ્યા શિક્ષકોએ નાસ્તો બનાવવાની શરૂઆત કરી અને તેનું વેચાણ પણ વધ્યુ.

આમ નીતિના માર્ગે આગળ વધીને પરસેવા પાડીને શ્રમ કરીને રૂપિયા રળનારા શિક્ષકો અભિનંદનને પાત્ર છે કોરોનાના કાળમાં અનેક પ્રકારના બહાના કરીને જયારે કેટલાક અવળા માર્ગે જઈને રૂપિયા કમાવવાના પ્રયાસમાં ઝડપાઈ જાય છે અને બીજાને નુકસાન કરે છે તેવો માટે આંખો ઉઘાડનાર આ કિસ્સો છે કોરોનાને કારણે દરેકને કામ-ધંધામાં વધતે ઓછે અંશે અસર થઈ છે ત્યારે હિંમત- હાર્યા વિના આવેલી મુસીબતનો ધૈર્યપૂર્વક સામનો કરવો જાેઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.