કોરોનાને કારણે આઇસીયુમાં વૃદ્ધો કરતા યુવાનોના વધુ મોત : એમ્સની સ્ટડીમાં ધડાકો
નવીદિલ્હી: એમ્સના એક સંશોધનમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. આ સ્ટડી પ્રમાણે કોરોનાના કારણે એમ્સના આઇસીયુમાં એડમિટ વૃદ્ધોથી વધારે ૫૦ વર્ષથી ઓછી ઉંમરના દર્દીઓના મોત થયા છે.એમ્સના આઇસીયુમાં ૨૪૭ લોકોના મોત થયા, જેમાં ૪૨.૧ ટકા મૃત્યુ પામનારા લોકોની ઉંમર ૧૮થી ૫૦ વર્ષની વચ્ચે જાેવા મળી. આઇસીયુમાં મરનારા ૯૪.૭૪ ટકામાં એક અને એકથી વધુ કોમોર્બિડિટી જાેવા મળી. ફક્ત ૫ ટકા એવા લોકોના મોત થયા જેમાં કોઈ કોમોર્બિડિટી નહોતી.
આ કોવિડના પહેલા ફેઝની સ્ટડી છે, જેમાં ૫૦ વર્ષથી ઓછી ઉંમરના લોકોના મોતનો આંકડો વૃદ્ધોથી વધારે છે. નિષ્ણાતોનું કહેવું છે કે આનું એક મોટું કારણ એ છે કે ૫૦ વર્ષથી ઓછી ઉંમરના લોકો કોઈને કોઈ કોમોર્બિડિટીનો શિકાર છે, જેના કારણે તેમનામાં બીમારી સીવિયર હોય છે અને મોતનો ખતરો પણ વધારે હોય છે. એમ્સમાં આ સ્ટડી ૪ એપ્રિલથી લઈને ૨૪ જુલાઈની વચ્ચે કરવામાં આવી. કુલ ૬૫૪ દર્દી આઇસીયુમાં એડમિટ થયા હતા, જેમાંથી ૨૨૭ એટલે કે ૩૭.૭ ટકાના મોત થયા. સ્ટડીમાં ૬૫ ટકા પુરુષો હતા, મરનારાઓની એવરેજ ઉંમર ૫૬ વર્ષ હતી, પરંતુ સૌથી ઓછી ૧૮ વર્ષની ઉંમરમાં પણ મોત થયું અને વધારેથી વધારે ૯૭ વર્ષ હતી.
આ વિશે એમ્સ ટ્રોમા સેન્ટરના ચીફ ડૉક્ટર રાજેશ મલ્હોત્રાએ કહ્યું કે, સૌથી ચોંકાવનારી વાત એ છે કે ૫૦ વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં મોતનો આંકડો વધારે છે. આ સ્ટડીમાં અમે એ જાેયું કે, ૪૨.૧ ટકાની ઉંમર ૫૦ વર્ષથી ઓછી છે, જ્યારે ૫૧થી ૬૫ વર્ષના બાળકોમાં આ ૩૪.૮ ટકા અને ૬૫ વર્ષથી ઉપર ૨૩.૧ ટકા છે. ડૉક્ટર મલ્હોત્રાએ કહ્યું કે, આના ૨ કારણ હોઈ શકે છે. પહેલું કારણ એ છે કે આપણા દેશમાં યુવાઓની સંખ્યા વધારે છે, આ કારણે એડમિટ થનારા વધારે લોકો તે છે. આ કારણે તેમની સંખ્યા પણ વધારે છે.
પરંતુ બીજું કારણ અને વધારે ચિંતાની વાત એ છે કે ૫૦ વર્ષથી ઓછી ઉંમરવાળા પણ કોમોર્બિડિટીનો શિકાર છે. સ્ટડીમાં લગભગ ૯૫ ટકા લોકોમાં એક અથવા એકથી વધારે બીમારી હતી, જેમાં હાઇપરટેન્શન, ડાયાબિટીસ, ક્રોનિક કિડની ડિઝીસ. અહીં એવું લાગી રહ્યું છે કે ૫૦ વર્ષથી ઓછી ઉંમરના લોકો પણ કોઈને કોઈ બીમારીથી પીડિત છે, જેના કારણે કોવિડ તેમના માટે વધારે સીવિયર બન્યો. તેમણે કહ્યું કે, વિદેશોમાં વૃદ્ધોના મોત વધારે છે. તેનું કારણ છે કે ત્યાં વૃદ્ધોની સંખ્યા વધારે છે.