કોરોનાને કારણે ઈસરોના પ્રોજેક્ટને અસર

(પ્રતિનિધિ ) નવીદિલ્હી,: કોરોનાએ લોકોના કામધંધાને વ્યાપક અસર પહોંચાડી છે. તો તેને કારણે સરકારના કેટલાંક પ્રોજેક્ટો નિર્ધારીત સમયમાં પૂર્ણ થઈ શકશે નહીં. કાળમુખા કોરોના વાયરસને લીધે ડીસેમ્બર ર૦ર૦માં ભારત સરકાર તરફથી માનવરહિત અવકાશયાન ગગનયાનનું લોંચીંગ ડીસેમ્બરમાં થવાની શક્યતા હતી. તેના પર પાણી ફરી વળ્યુ છે. મતલબ એ કે હવે આ કાર્યક્રમ મોડો પડશે. ડીસેમ્બર ર૦ર૦ આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો હતો. ઇન્ડીયન સ્પેસ રીસર્સ ઓર્ગેનાઈઝેશન-ઈસરો દ્વારા છોડાનારા બે યાનનો આ એક ભાગ હતો. બે વર્ષ પહેલા વડાપ્રધાને સ્વતંત્રતા દિને જાહેરાત કરી હતી કે ર૦રરમાં ભારતની સ્વતંત્રતાને ૭પ વર્ષ પૂરા થશે. ત્યારે ર૦રરમાં ૭ દિવસ માટે ત્રણ સભ્યોના ગગનયાનને મોકલવા યોજના બનાવવામાં આવી હતી. તેથી પ્રથમ લોંચિગ ડીસેમ્બર-ર૦ર૦ માં મોકલવાનું વિચારાયુ હતુ. અને બીજાના લોંચીંગ જુન -ર૦ર૧માં કરવાની યોજના હતી.