કોરોનાને કારણે જ સલામતી-રોજગારી વચ્ચેે સમતોલ નિર્ણયો લેેતી સરકાર
કડક નિયંત્રણોથી રૂપિયો ફરતો અટકી શકે છે તો કેસ વધે તો શુ વધુ કડક નિયંત્રણો આવશે
(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, કોરોના કેન્દ્ર અને રાજ્ય સરકાર માટે એક મોટો પડકાર છે. કોઈપણ નિર્ણય લેતા પહેલાં સમગ્ર પરિસ્થિતિનુૃ અવલોકન કરવુૃં પડે છે. ત્યારપછી તેનેે અમલમાં મુકવામાં આવે છે. રાજ્યમાં કોરોના-ઓમિક્રોનના કેસો વધતા સરકાર ચિંતીત છે. આમ, તો તેને કોરોના કહીએ તો ખોટુ નથી.
કેસો વધતા સરકાર વકરતી જતી પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહી છે. સરકાર સામે કોરોના એક ચેલેન્જ છે. કેસો વધે અને નિયંત્રણો વધુ કડક બનાવે તો અર્થતંત્રની ગાડી ટ્રેક પર ચઢી છેે તે નીચે ઉતરી શકે એમ છે. અને તેથી જ વધુ કડક નિયંત્રણો સરકારે હજુ સુધી લીધા નથી. તેનો અર્થ એવો નથી કે સરકાર કડક પગલાં લેશે નહી. જાે કેસોનું પ્રમાણ વધશે અને પીક પિરીયડ આવશે તો સરકાર પાસે આકરા નિયંત્રણો લાદ્યા સિવાય છૂટકો જ નથી.
અત્યારે લગ્ન પ્રસંગમાં હાજરીને લઈને જે નિયંત્રણો આવ્યા છે તેને લઈને અનેક લોકોની રોજગારીને અસર થઈ છે. ખરીદશક્તિ ઘટતા બજારમાં રોકડની પ્રવાહિતા ઘટી શકે તેમ છે. રૂપિયા આવતો અટકી જશે તો સાવર્ત્રિક રીતે સૌને વધતા ઓછા પ્રમાણમાં અસર થઈ શકે છે. લોકોની આરોગ્યની સલામતીની સાથે રોજગારીને અસર ન થાય તે પણ સરકારે જાેવુ પડતુ હોય છે. વધારે કડક નિયંત્રણો અર્થતંત્રની દોડતી ગાડીને બ્રેક મારવાનું કામ કરી શકે છે એવું કહેવામાં ભૂલ ભરેલુ નથી.
પ્રસંગોમાં કાપ મુકાતા અને સંખ્યા ઘટતા ખર્ચામાં કાપ આવશે એની અસર અન્યોની રોજીરોટી ઉપર પડી રહી છે. જાે કે લોકોનીછ આરોગ્યલક્ષી સલામતી સ્વાભાવિક રીતે જ સરકારની પહેલી ફરજમાં આવતુ હોવાથી ના છુટકે નિયંત્રણો લાદવામાં આવ્યા છે. આગામી દિવસોમાં જાે કેસ વધશે તો કડક નિયંત્રણોના દિવસો પાછા આવી શકે તેમ વકી છે. કોરોનાને કારણે સરકારને નિર્ણયો લેવામાં તલવારની ધાર પર ચાલવુ પડે છે.
આ નાની વાત નથી. કોઈપણ ખોટુ પગલુ ભરાય તો લોકો છેવટે તો સરકારને જ જવાબદાર માનતા હોય છે. અત્યારે રાજ્ય સરકારે ‘વેેઈટ એન્ડ વૉચ’ની નીતિ અખત્યાર કરી છે. લોકોની સલામતી-રોજગારી એમ બે સમસ્યાઓની વચ્ચે ખુબ જ સમતોલ નિર્ણય સરકારોએ લેવો પડતો હોય છે.