કોરોનાને કારણે દિલ્હીમાં પાંચ ઓકટોબર સુધી સ્કુલો બંધ રહેશે
નવીદિલ્હી, પાટનગર દિલ્હીમાં ફરીથી વધતા કોરોના વાયરસના સંક્રમણના મામલાને ધ્યાનમાં રાખી દિલ્હી સરકારે આજે એક આદેસ જારી કરી તમામ સ્કુલ છાત્રો માટે પાંચ ઓકટોબર સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. મળતી માહિતી અનુસાર આ પહેલા દિલ્હી સરકારે આ મહીનાની શરૂઆતમાં જ એક સર્કુલર જારી કરી પાટનગરની તમામ સ્કુલ ૩૦ સપ્ટેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો સર્કુલરમાં કહેવામાં આવ્યું હતું કે ગૃહ મંત્રાલય તરફથી ૨૯ સપ્ટેમ્બરે અનલોક ચાર માટે જારી દિશા નિર્દેશ અનુસાર તમામ સહાયતા પ્રાપ્ત કે બિન સહાયતા પ્રાપ્ત પ્રાઇવેટ સ્કુલ જે શિક્ષા નિદેશાલયો અન્ય સ્થાનિક એકમો (એમસી૪ડી,એનડીએમસી અને દિલ્હી કેંટોનમેંટ બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત છે તેમને નિર્દેશ આપવામાં આવે છે કે તમામ સ્કુલ તમામ છાત્રો માટે ૩૦ સપ્ટેમ્બર સુધી બંધ રહેશે. ઓનલાઇ શિક્ષા આપવાની મંજુરી આપી શકાય છે આ જારી રહેશે.
કોરોના વાયરસના વધતા મામલાને જાેતા કોઇ પણ છાત્રને ૨૦ સપ્ટેમ્બર સુધી સ્કુલ જવાની મંજુરી આપી શકાય નહીં જાે કે ધો.૯થી ૧૨ સુધીના છાત્ર કોઇ પણ કામ માટે સ્કુલ જઇ શકે છે. ૨૧ સપ્ટેમ્બરથી આ છાત્રો માટે પોતાના વાલીની લેખિતમાં મંજુરી લેવી પડશે ત્યારબાદ જ તે સ્કુલ જઇ શકશે પૂર્વની જેમ ઓનલાઇ કલાસ અને અન્ય એકિટવિટી જારી રહેશે એ પણ સુનિશ્ચિત કરવામાં આવે કે સ્કુલોના સ્ટાફ મંજુરી વિના સ્ટેશનની બહાર જાય નહીં જેને કોઇ પણ સમયે ફરજ પર બોલાવી શકાય છે.
એ યાદ રહે કે દેશના અનેક રાજયોમાં ૨૧ સપ્ટેમ્બરથી ૯થી ૧૨ સુધીના ધોરણો માટે સ્કુલ ખોલવામાં આવી રહી છે કેન્દ્ર સરકારની ગાઇડલાઇસ અનુસાર ૨૧ સપ્ટેમ્બરથી કંટેનમેંટ જાેનની બહાર આવેલ સ્કુલોમાં નવમા ધોરણથી ૧૨માં ધોરણ સુધીના છાત્રોને પોતાના શિક્ષકોથી માર્ગદર્શન લેવા માટે સ્કુલમાં જવાની મંજુરી આપવામાં આવે છે સ્ટુટડેંટ્સ પોતાના વાલીની લેખિતમાં મંજુરી લીધા બાદ જ શિક્ષકોથી ગાઇડેંસ લેવા માટે સ્કુલ જઇ શકશે આ દરમિયાન સ્કુલોને આરોગ્ય મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલ કોરોના સંક્રમણથી બચાવવા સંબંધી ગાઇડલાઇનસનું પાલન કરવું પડશે અનેક રાજયોએ કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખી સ્કુલો નહીં ખોલવાનો નિર્ણય કર્યો છે. જયારે કેટલાક રાજયોએ અભ્યાસમાં થઇ રહેલ નુકસાન અને ૨૦૨૧ની બોર્ડ પરીક્ષાઓને ધ્યાનમાં રાખથી ધો.૯થી ઘો.૧૨ સુધીના ધોરણો માટે સ્કુલ ખોલવાની મંજુરી આપી છે. કેટલીક સરકારો હજુ તેને લઇ અસમંજસમાં જાેવા મળી રહી છે.HS