કોરોનાને કારણે નિયંત્રણો લદાતા કાફેમાં મ્યુઝીક વગાડીને આવક મેળવતા અનેક યુવા કલાકારોના કામ ઠપ્પ

(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, કાફેમાં મ્યુઝીક વગાડીને આવતા લોકોનુૃં મનોરંજન કરતા અનેક કલાકારોની હાલત કફોડી થઈ ગઈ છે. છેલ્લા ચાર-પાંચ વર્ષથી આ નવા કન્સપ્ટનેે કારણે સી.જી.રોડ, યુનિવર્સિટી તથા એસ.જી.હાઈવે સહિતના વિસ્તારોમાં સંગીતના માધ્યમથી આવક મેળવતા અનેક કલાકારોને પાછા ફરે બેસવાનો વારો આવ્યો છે.
પાછલા કેટલાંક વર્ષોથી અમદાવાદનો વિકાસ થયો છે. જેમાં એસ.જી.હાઈવે અને તેની આસપાસના વિસ્તારોમાં અનેક કાફે ખુલ્યા છે. તેમાં મ્યુઝીક વગાડીને નવયુવાનોએ રોજગારીનો એક નવો સ્ત્રોત ઉભો કર્યો છે.
આ અંગે પૂછતા આ વ્યવસાય સાથે સંકળાયેલા યુવાન કલાકારોનું કહેવુ હતુ કે કલાકારને સારામાં સારૂ પેમેન્ટ મળતુ હોય છે. પરંતુ તેમાં ક્વોલિટીના આધારે રકમ અપાતી હોય છે. સારૂ પર્ફોમન્સ આપનાર કલાકારને એક દિવસ (રાત્રીના મોડે સુધી) ના રૂા.૧પ૦૦ મળતા હોય છે. પરંતુ તેમાં પણ પૂરા મહિના સુધીનુૃ કામ મળતુ નથી. એક સીટીંગની રકમ માટે કલાકારોને અથાગ સંઘર્ષ કરવો પડે છે. અત્યારે અમદાવાદમાં બેથી ત્રણ ગણા આર્ટીસ્ટો છે. એટલે આર્ટીસ્ટ સરળતાથી ઉપલબ્ધ થાય છે.
વળી, કર્ફેયુનો સમયગાળોે વધારવામાં આવતા રાત્રીના કાફે વહેલા બંધ થઈ જાય છે. જાે કલાકારો રાત્રે નીકળે તો તેમને રોકવામાં આવે છે. તેથી નવ વાગતા સુધીમાં તો આર્ટીસ્ટે પણ કામ પૂરૂ કરી દેવુ પડે છે. વળી, કાફેમાં આવનારા રાત્રીના નવ પછી આવતા હોયછ ે. તેમાં પણ ઘટાડો થઈ ગયો છે.
કલાકારોને જે કામ મળતા હતા તે પુનઃ બંધ થઈ જતાં મોટાભાગના કલાકારોને ફરીથી ઘરે બેસવાનો વારો આવ્યો છે. કાફેમાં મહિને રૂા.૧૦ થી ૧પ હજાર કમાતા યુવા-કલાકારો પણ ડબ્બામાં આવી ગયા છે. કોરોના વકરતા અને નિયંત્રણો લદાતા આર્ટીસ્ટો પાછા અગાઉ જવી સ્થિતિમાં મુકાઈ ગયા છે.