કોરોનાને કારણે બંગાળમાં ચોથા ઉમેદવારનું મોત
કોલકતા: બંગાળ ચુંટણીમાં માલદા જીલ્લાના અપક્ષ ઉમેદવારનું ગઇકાલે રાતે કોરોનાને કારણે મૃત્યુ થયું છે. ૪૨ વર્ષીય સમીર ધોષ એવા ચોથા ઉમેદવાર છે જેમનો જીવ કોરોનાને કારણે ગયો છે.તેઓ ૧૫ એપ્રિલે કોરોનાથી સંક્રમિત થયા હતાં બંગાળ ચુંટણીમાં કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયો સહિત અનેક ઉમેદવાર અત્યાર સુધી કોરોનાની ચપેટમાં આવી ચુકયા છે.
સમીર ધોષ માલદાના વૈસ્ણબનગરથી અપક્ષ ઉમેદવાર હતાં આ વિસ્તારમાં ચુંટણી માટે ગુરૂવારે મતદાન થનાર છે. આ પ્ મહીને અત્યાર સુધી ત્રણ અન્ય ઉમેદવારો પ્રદીન નંદી,રિઝાઉલ હક અને કાજલ સિન્હા કોરોનાના કારણે જાન ગુમાવી ચુકયા છે.
પ્રદીપ જયાં રિવોલ્યુશષનરી સોશલિસ્ટ પાર્ટીથી જાનગીપુરના ઉમેદવાર હતો તો રિઝાઉલ હક શમશેરગંજથી કોંગ્રેસની ટિકિટ પર લડી રહ્યાં હતાં અને કાજલ સિન્હા ખારદાહ બેઠકથી ટીએમસીના ઉમેદવાર હતાં. એ યાદ રહે કે બંગાળમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના ૧૬ હજાર નવા મામલા સામે આવ્યા છે અને ૬૮ લોકોના મોત નિપજયાં છે.બંગાળમાં ગુરૂવારે અંતિમ તબક્કાનું મતદાન થનાર છે જયારે મતગણતરી ૨ મેના રોજ થશે