કોરોનાને કારણે બિહાર વિધાનસભા ચુંટણી રોકી શકાય નહીં: સુપ્રીમ
નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે બિહાર કોવિડ ૧૯થી મુકત થવા સુધી રાજયમાં યોજાનાર વિધાનસભા ચુંટણીને સ્થગિત કરવાને લઇ દાખલ અરજી પર આજે વિચાર કરવાનો ઇન્કાર કરી લીધઝો અદાલતે કહ્યું કે આ અરજી અપરિપકવ છે એ યાદ રહે કે રાજયમાં આ વર્ષના અંતમાં ચુંટણી થનાર છે. સુનાવણી દરમિયાન ન્યાયમૂર્તિ અશોક ભૂષણે કહ્યું કે કોવિડ ૧૯ ચુંટણી સ્થગિત કરવાનો આધાર બની શકે નહીં ખાસ કરીને ત્યારે જયારે ચુંટણીની જાહેર કરવા માટે જાહેરનામુ હજુ જારી કરવામાં આવ્યું નથી આ કલમ ૩૨ હેઠળ એક ખોટી અરજી છે અમે આ અરજી પર વિચાર કરી શકીએ નહીં.
જયારે ન્યાયમૂર્તિ એમ આર શાહે કહ્યું કે ચુંટણી આયોદ હજુ આવશ્યક સાવધાની દાખલશે અને દરેત વસ્તુ પર વિચાર કરશે અરજીકર્તાને કેમ લાગે છે કે તે આ વાતો પર વિચાર કરશે નહીં અરજીકર્તા અવિનાશ ઠાકુરે સુપ્રીમ કોર્ટથી મુખ્ય ચુંટણી અધિકારીને કોવિડ ૧૯ વૈશ્વિક મહામારીને કારણે ચુંટણી ટાળફવાનો નિર્દેશ આપવાનો અનુરોધ કર્યો હતો તેમાં કહેવામાં આવ્યું હતું કે લોક પ્રતિનિધિત્વ કાનુનમાં અસાધારણ સ્થિતિઓમાં ચુંટણી ટાળવાની જાેગવાઇ છે.HS