કોરોનાને કારણે રિપબ્લિક ડે પરેડ વિજય ચોકથી નેશનલ સ્ટેડિયમ સુધી જશે
નવી દિલ્હીઃ રિપબ્લિક ડે પરેડમાં આ વખતે ઘણા ફેરફાર કરવામાં આવ્યો છે. કોવિડ-19ને કારણે પરેડની લંબાઈ ઓછી કરવામાં આવી છે. આ વખતે પરેડ વિજય ચોકથી શરૂ થઈ નેશનલ સ્ટેડિયમ સુધી જશે જ્યારે દર વખતે પરેડ રાજપથથી શરૂ થઈને લાલ કિલા સુધી જતી હતી. રિપબ્લિક ડે પરેડ દ્વારા દુનિયાને ભારતની શક્તિ, સંસ્કૃતિ અને અનેકતામાં એકતાની ઝલક દેખાડવામાં આવે છે.
સૂત્રો પ્રમાણે કોવિડને કારણે આ વખતે પરેડમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. પરેડ વિજય ચોકથી લાલ કિસા સુધી જતી હતી તો તેની લંબાઈ 8.2 કિલોમીટર થતી હતી પરંતુ આ વખતે વિજય ચોકથી નેશનલ સ્ટેડિયમ સુધી આ 3.3 કિલોમીટર જ લાંબી જશે. પરેડ જોવાની તક પણ ઓછા લોકોને મળશે. જ્યાં દર વર્ષે રિપબ્લિક ડે પરેજને જોવા માટે 1 લાખ 15 હજાર લોકો હાજર રહેતા હતા તો આ વખતે માત્ર 25 હજાર લોકો હાજર રહેશે. દર વખતે 32000 ટિકિટ વેચવામાં આવતી હતી, તો આ વખતે ટિકિટ ખરીદીને 7500 લોક સામેલ થઈ શકશે.
રિપબ્લિક ડે પરેટમાં આ વખતે નાના બાળકો જોવા મળશે નહીં. 15 વર્ષથી વધુ ઉંમરના શાળાના બાળકો સામેલ થશે. પરેડ જોવા માટે શાળાના બાળકો માટે અલગથી એનક્લોઝર પણ હશે નહીં. દિવ્યાંગ બાળકો પણ સામેલ થશે નહીં. આ વખતે ઉભા રહીને પરેડ જોવાની વ્યવસ્થા હશે નહીં. જેટલી સીટો હશે એટલા લોકોને મંજૂરી આપવામાં આવશે.
આ વખતે પરેડમાં દરેક ટુકડીમાં ઓછા લોકો હશે. પરેડમાં આ વખતે ઓછા લોકો સામેલ થશે જેથી સોશિયલ ડિસ્ટેન્સિંગ રાખી શકાય. અત્યાર સુધી દરેક ટુકડીમાં 144 લોકો રહેતા હતા પરંતુ આ વખતે માત્ર 96 લોકો સામેલ થશે. પરેડમાં હાજર અને ભાગ લેનાર તમામે માસ્ક પહેર્યા હશે. એન્ટ્રી અને એક્ઝિટ ગેટોની સંખ્યા વધારવામાં આવશે. કોવિડ બુથ પણ બનાવવામાં આવશે જેમાં ડોક્ટર અને પેરા મેડિકલ સ્ટાફ હાજર રહેશે.
રિપબ્લિક ડે પરેડમાં ઈન્ડિયન આર્મીની જે ટુકડી ભાગ લેશે તે હાલ આર્મી ડે પરેડનું રિહર્સલ કરી રહી છે. 15 જાન્યુઆરીએ આર્મી ડે પરેડ બાદ રિપબ્લિક ડેનું રિહર્સલ થશે. પરેડમાં ભાલ લેનાર તમામ લોકો માટે કોવિડ બબલ બનાવવામાં આવ્યું છે એટલે કે તેને જરૂરી ટેસ્ટ બાદ આઇસોલેટ કરી દેવામાં આવ્યા છે. કોવિડ પ્રોટોકોલનું પાલન કરવામાં આવી રહ્યું છે.