Western Times News

Gujarati News

કોરોનાને કારણે સુરતમાં સીટી બસ અને BRTS બસ દોડાવાશે નહીં

સુરત: રાજ્યમાં ફરી એકવાર કોરોના સંકટ વધી રહ્યું છે, જેને લઇને રાજ્ય સરકારે ફરી રાત્રિ કર્ફ્‌યૂનો સમય વધાર્યો છે. ત્યારે સુરતમાં કોરોના કેસમાં સતત વધારો થતો હોવાને પગલે સુરત મનપા દ્વારા પણ એક મોટો ર્નિણય લેવામાં આવ્યો છે. સુરતમાં મનપા દ્વારા સીટી બસ અને બીઆરટીએસ બસ દોડાવાશે નહીં.

સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સુરત મહાનગરપાલિકા કન્ટેઇનમેન્ટ વિસ્તારને લઇને મહત્વની જાહેરાત કરવામાં આવી છે. સુરત મનપા દ્વારા શહેરમાં સીટી બસ અને બીઆરટીએસ બસ નહીં દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. સુરતમાં હાલ ૧૧૦૦ કન્ટેઇનમેન્ટ ઝોન છે. ત્યારે સુરતમાં વધતા કોરોના સંકટને લઇને પણ આ જાહેરાત કરવામાં આવી છે.

દરમિયાન અમદાવાદ સહિત ચાર મહાનગરોમાં એસટી બસના ઉપડવા તેમજ પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો છે. રાત્રિ કર્ફ્‌યૂ દરમિયાન ચારેય મહાનગરોમાં રાતના ૧૦ વાગ્યા બાદ એસટી બસને પ્રવેશ મળશે નહીં. તેમજ રાતના ૯ વાગ્યા બાદ એકપણ બસ ચારેય શહેરની અંદરથી ઉપડશે નહીં. અન્ય શહેરમાંથી આવતી બસ શહેરની ફરતે નક્કી કરાયેલા પોઈન્ટ પર આવશે. તેમજ મુસાફરોને મુશ્કેલી ન પડે તે માટે તમામ કાર્યવાહી કરાઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.