કોરોનાને કારણે ૧૨ કરોડ લોકોએ નોકરી ગુમાવી
નવીદિલ્હી, કોરોનાને કારણે દેશમાં અમલમાં મુકાયેલા લોકડાઉનને કારણે દેશમાં બેરોજગારીનો દર સતત વધી રહ્યો છે. સેન્ટર ફેર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (સીએમઆઇઇ) એ દેશમાં બેરોજગારી અંગે સર્વે રિપોર્ટ બહાર પાડયો છે. આ સર્વે રિપોર્ટ મુજબ દેશનો બેરોજગારીનો દર ૨૭.૧ ટકા પર પહોંચી ગયો છે. આ પહેલાં બહાર પડેલા સર્વે રિપોર્ટ મુજબ એપ્રિલ ૨૦૨૦ માં દેશમાં બેરોજગારી વધીને ૨૩.૫ ટકા ઉપર પહોંચી ગઇ હતી. ફ્કત એપ્રિલ મહિનામાં જ બેરોજગારીના દરમાં ૧૪.૮ ટકાનો વધારો થયો હતો. માર્ચ મહિનાની સરખામણીએ એપ્રિલમાં બેરોજગારી દરમાં ઝડપથી વધારો થયો છે. સીએમઆઇઇના અભ્યાસમાં અનુમાન કરાયું છે કે એપ્રિલમાં રોજમદાર શ્રમિકો અને નાના વ્યવસાયીઓ સૌથી વધુ બેરોજગાર થયા છે.
સર્વે અનુસાર ૧૨ કરોડથી વધુ લોકોએ નોકરી ગુમાવવી પડી છે. રોજગારી ગુમાવનારાઓમાં ફેરિયા, રસ્તા પર બેસીને ચીજો વેચતા, નિર્માણ ઉદ્યોગમાં કામ કરનારા કર્મચારી અને કેટલાય લોકો એવા છે જેઓ રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવે છે. દેશમાં અસંગઠિત નોકરી પર નજર રાખવા માટે કેટલાક સરકારી મેટ્રિકસ અપનાવે છે. સીએમઆઇઇ સર્વે લેબર માર્કેટ પર નજર રાખવા મેટ એક પ્રોસ્સી તરીકે ઉપયોગ કરાય છે.બ્રિટિશ રિસર્ચ ફર્મ ક્રોસ્બી ટેકસ્ટર ગ્રૂપના તાજેતરમાં કરવામાં આવેલા સર્વેમાં બહાર આવ્યું છે કે, ૮૬ ટકા ભારતીયોને પોતાની નોકરી છૂટી જવાનો ડર છે. ૮૪ ટકા લોકો માને છે કે, હજી મહામારી વધશે અને મુશ્કેલીઓ પણ વધશે.HS