કોરોનાને ડામવા બળિયાદેવ શીતળા માતાના શરણે
(પ્રતિનિધિ) પ્રાંતિજ,કોરોના ને લઈ ને દેશ સહિત વિશ્વ ના લોકો પરેશાન છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે મહિલાઓ દ્રારા શીતળા સાતમ પાડી ને કુલેર નો લાડુ બનાવી પાણી નો ધડો માથે મુકી બળિયાદેવ મંદિરે જઇ ને બળિયાદેવ તથા શીતળા માતા ની પુજા કરી માફી માથી .
કોરોના નો પ્રકોપ ના પ્રકોપ ને લઈ ને વિદેશ સહિત દેશમા લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે અને ધરે-ધરે કોરોના નો કહેર જાેવા મળી રહ્યો છે ત્યારે શીતળા સાતમ પુજા ભુલી ગયેલ લોકો યંત્ર યુગમા લોકો ફરી ધર્મ તરફ વળ્યા છે અને શનિવાર ના રોજ રાંધણ છઠ્ઠ ગણી ને રસોઈ બનાવીને રવિવારના દિવસે શીતળા સાતમ પાડી ચુલા ગેસ બંધ રાખી ને ઠંડુ ખાઈને ધરે કુલેર બનાવી માથે પાણી નુ બૈડુ મુકીને મહિલાઓ દ્રારા ચાલતા બળિયાદેવ ના મંદિરે પોહચી હતી.
બળિયાદેવ ની જય અને શીતળા માતાની જય ધોષ સાથે મંદિર પોહચી હતી ને પાણી કુલેર નો પ્રસાદ અર્પણ કરી ભગવાન બળિયાદેવ ની તથા મા શીતળા માતાની માફી પણ માંગી હતી અને ગુજરાત સહિત દેશ દુનિયા માંથી કોરોના ની આ મહામારી દુર થાય તે માટે મહિલાઓએ બળિયાદેવ અને શીતળા માતાની પુજા કરી પ્રાર્થના કરી હતી અને અમારી ભુલ થઈ હોયતો ભગવાન બળિયાદેવ અને શીતળા માતા માફ કરી દો તેવી વિશ્વ શાન્તી માટે માફી સાથે પ્રાર્થના પણ કરી હતી.*