કોરોનાને રોકવા માટે જરૂરી છે સંપૂર્ણ લોકડાઉન : રાહુલ ગાંધી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/03/Rahul-Gandhi.jpg)
નવીદિલ્હી: ભારતમાં કોરોના વાયરસના વધતા સંકટ વચ્ચે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ફરી એકવાર ભારત સરકારને સૂચન કર્યું છે. રાહુલ ગાંધીએ મંગળવારે ટ્વીટ કર્યું છે કે આ સમયે કોરોના તરંગને રોકવાનો એકમાત્ર ઉપાય સંપૂર્ણ લોકડાઉન છે. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ટિ્વટ કર્યું કે ભારત સરકાર સમજી નથી રહી, કોરોનાને રોકવા માટે સંપૂર્ણ લોકડાઉન એ એક માત્ર રસ્તો છે. પરંતુ સમાજના કેટલાક વર્ગને ન્યાય યોજનાનો લાભ આપવા સાથે. ભારત સરકાર એક્શન ન લેતા આ સમયે નિર્દોષ લોકોને મારી રહી છે.
આપને જણાવી દઇએ કે રાહુલ ગાંધીએ અત્યાર સુધી લોકડાઉનના વિરોધમાં પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા આવ્યા છે, ગયા વર્ષે પણ જ્યારે ભારત સરકારે સંપૂર્ણ લોકડાઉન લાગુ કર્યું હતું ત્યારે રાહુલ ગાંધીએ તેની ટીકા કરી હતી. રાહુલ ગાંધીએ ઘણી વાર કહ્યું છે કે લોકડાઉન ફક્ત કોરોનાની ગતિ રોકે છે, તેને દૂર કરતું નથી. જાે કે, આ વખતે રાહુલ પોતે સંપૂર્ણ લોકડાઉન લાદવાની વાત કરી રહ્યા છે.
નોંધપાત્ર વાત એ છે કે આ સમયે દેશ કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે, જે એકદમ જાેખમી છે. છેલ્લા લગભગ બે અઠવાડિયાથી દેશમાં દરરોજ ત્રણ લાખથી વધુ કોરોના કેસ સામે આવી રહ્યા છે, આ આંકડાની વચ્ચે ચાર લાખ પહોંચી ગયા હતા. જ્યારે દરરોજ સાડા ત્રણ હજારથી વધુ મોત નોંધાઈ રહ્યા છે.
ભારતમાં કુલ કોરોના કેસ પણ બે કરોડને વટાવી ગયા છે, જેમાંથી ત્રણ લાખથી વધુ સક્રિય કેસ છે. દેશના ઘણા રાજ્યોએ પહેલાથી જ તેમના સ્તરે અનેક પ્રતિબંધો લગાવી દીધા છે. હરિયાણામાં સંપૂર્ણ લોકડાઉન છે, મહારાષ્ટ્ર, દિલ્હી, ઓડિશા, યુપીમાં પણ ઘણા દિવસોથી પ્રતિબંધો છે. આ સિવાય ઘણા રાજ્યો વીકએન્ડ લોકડાઉન, નાઇટ કર્ફ્યુ દ્વારા સંક્રમણ અટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.