કોરોનાને લઇને સાચી માહિતી આપો, અફવા ન ફેલાવો: મોદીની દેશને અપીલ
નવીદિલ્હી, જનતા કર્ફ્યૂ પહેલાં પીએમ નરેન્દ્ર મોદીએ દેશના લોકોને અપીલ કરી છે કે કોરોના વાઈરસ વિશે સાચી માહિતીઓ શેર કરો અને ખોટી રીતે ડર ન ફેલાવો. પીએમએ એક પછી એક ટિ્વટ કરીને કહ્યું કે, લોકો કોરોના વાઈરસ વિશે સાચી માહિતી શેર કરે અને ખોટી માહિતી ન ફેલાવી જોઈએ. પીએમએ કહ્યું છે કે, લોકોએ સાચી માહિતી શેર કરવા માટે ભારત સરકારે એક વ્હોટ્સએપ નંબર જાહેર કર્યો છે. પીએમએ કહ્યું છે કે, આ નંબર દ્વારા લોકો સાચી અને ભારત સરકાર દ્વારા પ્રમાણીત માહિતી મળવી શકશે.
વડાપ્રધાને કહ્યું છે કે, +૯૧૯૦૧૩૧૫૧૫૧૫ નંબર પર મેસેજ મોકલીને આ સેવા સાથે જોડાઈ શકાય છે. પીએમ મોદીએ માઈક્રો બ્લોગિંગ સાઈટ ટિ્વટરના વખાણ કર્યા છે. પીએમએ કહ્યું છે કે, ટિ્વટરે કોવિડ-૧૯ નામનું એક ખાસ પેજ લોન્ચ કર્યું છે. અહીં કોરોના વાઈરસ વિશે પ્રમાણિત સૂચના મેળવી શકાય છે. વડાપ્રધાને ગૂગલના પણ વખાણ કરતાં કહ્યું છે કે, આ ટેક કંપની પણ તેમની ટેક્નોલોજીનો ઉપયોગ કરીને લોકોને જાગ્રત કરી રહ્યા છે. ગૂગલે કોરોનાથી જાગ્રત કરવા માટે પાંચ કામ કરવાના કહ્યા છે.