Western Times News

Gujarati News

કોરોનાને લઇ કેન્દ્રના પગલા ચિંતાજનક: રાહુલ ગાંધી

નવીદિલ્હી, દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા જાેત જાેતામાં ૩૩ લાખને પાર થઇ ગઇ છે. વિપક્ષ સતત આ મામલા પર કેન્દ્રને ઘેરવામાં લાગ્યું છે આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કોરોના વાયરસ વેકસીનને લઇ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે તેમણે સરકાર પર નિશાન સાધતા કહ્યું કે જે વાયરસને કારણે દેશમાં ૩૦ લાખથી વધુ લોક સંક્રમિત થઇ ચુકયા છે તેના માટે સરકારની પાસે અત્યાર સુધી કોઇ વેકસીન નથી.

વાયનાડ સાંસદ રાહુલે ટ્‌વીટ કરી કહ્યું કે એક નિષ્પક્ષ અને સમાવેશી કોવિડ વેકસીન પહોંચની રણનીતિ અત્યાર સુધી થવી જાેઇતી હતી પરંતુ હજુ પણ તેના કોઇ સંકેત નથી ભારત સરકારની બેદરકારી ચિંતાજનક છે. આ પહેલા ૧૪ ઓગષ્ટે રાહુલે કહ્યું હતું કે ભારત કોવિડ ૧૯ વેકસીન ઉત્પાદક દેશોમાંથી એક હશે સરકારે કોરોના વાયરસની ટીકાનો ઉપયોગ તેના વિતરણની વ્યવસ્થા પર અત્યારથી કામ કરવું જાેઇએ.

કોરોના વાયરસને ગત ચોવીસ કલાકમાં અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ૭૫,૭૬૦ નવા પોઝીટવ કેસની સાથે ભારતમાં કુલ મામલાની સંખ્યા ૩૩ લાખને પાર થઇ ગઇ છે. એ યાદ રહે કે એક દિવસમાં સામે આવનારા પોઝીટીવ કેસની આ સૌથી વધુ સંખ્યા છે.એટવું જ નહીં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જારી આંકડા અનુસાર ગત ૨૪ કલાકમાં ૧૦૨૩ દર્દીઓના મોત પણ થયા છે.કેન્દ્ર સરકાર દ્વારા જારી આંકડા પર જાે ધ્યાન આપવામાં આવે તો ભારતમાં કોરોનાના કુલ મામલા ૩૩.૧૦.૨૩૫ થઇ ગયા છે તેમાંથી ૭,૨૫,૯૯૧ એકિટવ કેસ છે.આ સાથે જ અત્યાર સુધી ૨૫,૨૩,૭૭૨ દર્દી સ્વસ્થ થયા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.