કોરોનાને લઇ ગુજરાત પૂર્ણ એલર્ટઃ આશાવર્કરોને ટ્રેનિંગ અપાઈ
ગુજરાતમાં હાલ એન-૯૫ માસ્ક ૪૫૦૦૦થી વધુ અને પીપીઈ કિટ ૨૬૦૦૦ ઉપલબ્ધ ઃ વિવિધ પગલા લેવાયા
અમદાવાદ, કોરોના વાયરસને રોકવા માટે ગુજરાત સરકાર પણ સંપૂર્ણપણે સજ્જ છે. કેન્દ્ર સરકારની સૂચનાઓને પણ પાળવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર તરફથી માસ્ક અને સેનિટાઇઝરને જરૂરની વસ્તુમાં સામેલ કરવામાં આવી ચુકી છે. રાજ્યમાં હાલમાં એન-૯૫ માસ્ક ૪૫૦૦૦થી વધારે છે.
આ ઉપરાંત પીપીઈ કિટ ૨૬૦૦૦થી વધારે રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત ટ્રિપલ લેયર માસ્કના ૬ લાખથી વધુનો જથ્થો રાખવામાં આવ્યો છે. ગુજરાત સરકાર વધુ જથ્થાને ઉપલબ્ધ કરાવવાના પ્રયાસમાં છે. રાજ્યમાં ઇÂન્ડયન મેડિકલ એસોસિએશનના સહકાર સાથે ૫૫૩૦ તબીબો અને આઈએમએના સભ્યો તથા ૨૪૨૩થી વધુ આરોગ્ય અધિકારી, ૧૪૭૦૦થી વધુ પેરામેડિકલ સ્ટાફ અને ૩૦૦૦૦થી વધુ આશા વર્કરોને વિશેષ ટ્રેનિંગ આપવામાં આવી છે.
રાજ્યના તમામ જિલ્લા, મહાનગરપાલિકાઓની કુલ ૧૫૦ રિસ્પોન્સ ટીમના સભ્યો અને અધિકારીઓને ટ્રેનિંગ આપવામાં આવી ચુકી છે. ઇન્ફેક્શન કન્ટ્રોલ નર્સને અમદાવાદમાં કોરોના વાયરસના સંદર્ભમાં રાજ્ય સ્તરની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. અમદાવાદ શહેરમાં ૨૫૦ બેડની વ્યવસ્થા કોરોનાને ધ્યાનમાં લઇને કરવામાં આવી છે.
અમદાવાદમાં જીએમઈઆરએસ મેડિકલ કોલેજ-સોલામાં ૧૦૦ બેડ, પેટાજિલ્લા હોÂસ્પટલ સિંગરવામાં ૪૦ બેડ, ગુજરાત ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં ૬૦ બેડ, ઇÂન્ડયન ઇન્સ્ટીટ્યુટ ઓફ પÂબ્લક ગાંધીનગરમાં ૫૦ બેડ સહિત કુલ ૨૫૦ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.
જીએમઈઆરએસ મેડિકલ કોલેજ-સોલામાં જરૂર પડવાની Âસ્થતિમાં વધારાની ૧૦૦ બેડની વ્યવસ્થા કરવામાં આવી શકે છે. ક્વારન્ટાઈન સુવિધાઓ હેઠળ ભોજનની વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા, શૌચાલયોની વ્યવસ્થા, સુરક્ષા સહિત અન્ય લોકોથી અલગ પ્રવેશની વ્યવસ્થા રાખવામાં આવી છે. ક્વાઈરન્ટાઇનમાં લઇ જવા માટે એરપોર્ટ પર રાત્રે બે તથા દિવસે એક વાહનની વ્યવસ્થા કરાઈ છે.
આઈસોલેશન સુવિધા હેઠળ મેડિકલ કોલેજમાં ૩૯૨ આઈસોલેશન બેડ અને ૧૭૬ વેન્ટીલેટર, જિલ્લા હોÂસ્પટલમાં ૧૭૧ આઈસોલેશન બેડ અને ૨૭ વેન્ટીલેટર, પેટાજિલ્લા હોÂસ્પટલમાં નવ આઈસોલેશન બેડ અને એક વેન્ટીલેટર સહિત કુલ ૫૭૨ આઈસોલેશન બેડ અને ૨૦૪ વેન્ટીલેટરની સુવિધા ઉભી કરવામાં આવી ચુકી છે.