Western Times News

Gujarati News

કોરોનાને લઇ વિશ્વ આરોગ્ય સંગઠને ભારતની પ્રશંસા કરી

નવીદિલ્હી, કોરોના વાયરસ જેવી ગંભીર મહામારીની વિરૂધ્ધ જંગમાં ભારતના સહયોગની વિશ્વ આરોગ્ય સંગઠન(ડબ્લ્યુએચઓ)એ પ્રશંસા કરી છે ભારત પડોસી દેશોની મદદ પણ કરી રહ્યું છે ડબ્લ્યુએચઓએ કોવિડની વિરૂદ્ધ ભારતના સતત સમર્થન માટે આભાર માન્યો છે.

વિશ્વ આરોગ્ય સંગઠનના મહાનિદેશક ટેડ્રોસ અધાનોમ ધેબ્રેયસસે ટ્‌વીટ કર્યું કે વૈશ્વિક કોવિડ ૧૯ રિસ્પોન્સ માટે ભારત અને વડાપ્રધાન મોદીના સતત સહયોગ માટે આભાર જ્ઞાન સંયુકત કરવા હિત મળી લડાઇ લડવાથી જ આપણે આ વાયરસને રોકી શકીએ છીએ અને લોકોની જીંદગી અને આજીવિકાને બચાવી શકીએ છીએ.

એ યાદ રહે કે અનેક દેશોને કોરોનાની રસી મોકલવા માટે અમેરિકાએ પણ ભારતની પ્રશંસા કરી છએ અમેરિકાએ ભારતને સાચો મિત્ર બતાવ્યો છે અને કહ્યું કે તે વૈશ્વિક સમુદાયની મદદ કરવા માટે પોતાની દવા ક્ષેત્રનો ઉપયોગ કરી રહ્યું છે. ભારતે ગત કેટલાક દિવસોમાં પોતાને ત્યાં બનેલ કોવિડ ૧૯ રસીનો પુરવઠો ભુતાન માલદીવ ેપાળ બાંગ્લાદેશ મ્યામાંર મોરીશસ અને સેશેલ્સને મદદના રૂપમાં મોકલી ચુકયો છે સાઉદી આરબ દક્ષિણ આફ્રકા બ્રાઝીલ એ મોરકકોને આ રસી વ્યવસાયિક પુરવઠાના રૂપમાં મોકલવામાં આવી રહી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.