કોરોનાને લઈ ‘આવો હાલ રહ્યો તો પહેલા નંબરે પહોંચીશું: શિવસેના
મુંબઈ, દેશભરમાં વધી રહેલા કોરોના વાયરસના કેસોની વચ્ચે રાજકારણ પણ ચાલુ છે. મહારાષ્ટ્રમાં સત્તાધારી પાર્ટી શિવસેનાના મુખપત્ર ‘સામર્નાના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. ‘સામનામાં લખવામાં આવ્યું છે કે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ૨૧ દિવસમાં કોરોનાથી જીતી જઈશું પરંતુ ૧૦૦ દિવસ બાદ પણ કોરોના મેદાનમાં અડીખમ છે અને લડનારા થાકી ચૂક્યા છે. તેમાં લખવામાં આવ્યું છે કે કોરોનાના મામલામાં આપણે રશિયાને હરાવી દીધું છે અને આવી જ સ્થિતિ રહી તો એક દિવસે ભારત પહેલા નંબરે પહોંચી જશે. અખબારના સંપાદકીયમાં કહેવામાં આવ્યું છે કે, વર્ષ ૨૦૨૧ સુધી કોરોનાની વેક્સીન મળવી મુશ્કેલ છે.
કોરોનાની વચ્ચે પૂર્વ લદાખમાં ચીની સેનાના અતિક્રમણ પર ટિપ્પણી કરતા સામનામાં લખવામાં આવ્યું છે કે, મંત્ર આપવામાં આવ્યો કે કોરોનાની સાથે જીવવું પડશે. બિલકુલ તેવી જ રીતે ચીની ભાઈ-ભાઈ કહેતા ચીનની સાથે જીવતાં પણ તૈયારી કરવામાં આવી છે, તેમ છતાંય ચીને આક્રમણ છોડ્યું નથી. લખવામાં આવ્યું છે કે ચીનની સાથે જીવવું શક્ય નથી, તેમ છતાંય પડોશી વ્યવહાર નિભાવવો પડશે.