કોરોનાને લઈ લોકોની આવકમાં ઘટાડો, લોન વધી
નવી દિલ્હી, દેશમાં કોરોના મહામારીએ ઓછી આવકવાળા વર્ગના લોકોને આવક ઘટવાની સાથે જ તેમના પર લોન અથવા દેવાનો બોજ લાદયો છે. લગભગ ત્રણ ચતુર્માસ લોકોની કાં તો નોકરી જતી રહી છે અથવા તો તેમનો રોજગાર છીનવાઈ ગયો છે. ૪૦ ટકા પરિવારોને દેવું કરવું પડ્યું છે. તો બે તૃત્યાંશ લોકો કામની તપાસમાં ઘર છોડવા નથી માંગતા. સરકારી મદદ મળી રહી છે. પણ તે એટલી નથી કે બધી જરૂરિયાતો પુરી થઈ જાય.
ગ્લોબલ કન્સલ્ટીંગ કંપની ડાલબર્ગના રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. દેશભરમાં ૫ એપ્રિલથી ૩ જુન વચ્ચે લગભગ ૪૭ હજાર લોકોના સર્વે કરવામાં આવ્યો. લોકોએ જણાવ્યું કે માર્ચ પછી આવક ૬૦ ટકા ઘટી છે. માર્ચમાં જે લોકો મહિને ૧૦ હજાર કમાતા હતા. તેઓ એપ્રિલમાં ચારથી સાડા ચાર હજાર જ કમાઈ શકે છે.
સંકટના આ સમયમાં સાર્વજનિક વિતરણ પ્રણાલી મોટો સહારો બની હતી. એપ્રિલમાં ૫૦ ટકા જેટલા પરિવારો જ્યારે જૂનમાં ૯૧ ટકા લોકોને મફત રાશન મળ્યું હતું. ટ્રાન્સફરની રકમ પણ ખાતામાં પહોંચી હતી. જાેવા જઈએ તો ૮૪ ટકા લોકો સરકારી પ્રયાસોથી સંતુષ્ઠ જણાયા.