Western Times News

Gujarati News

કોરોનાનો આતંક દિવસેને દિવસે વધ્યોઃ ૮૧૫૨ કેસ

Files Photo

રાજ્યમાં વધી રહેલા કેસે લોકોની ચિંતા વધારી છે, ૨૪ કલાકમાં નોંધાયેલા કેસ અને મૃત્યુએ નવો રેકોર્ડ બનાવ્યો

ગાંધીનગર, રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. જે પ્રકારે કેસમાં વધારો થઈ રહ્યો છે તે ચિંતાનો વિષય છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૮૧૫૨ નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન કુલ ૮૧ દર્દીઓના મોત થયા છે. ગુજરાતમાં આ એક દિવસમાં કેસ અને મૃત્યુનો રેકોર્ડ છે.

રાજ્યમાં અમદાવાદમાં ૨૭ અને સુરત શહેરમાં ૨૫ દર્દીઓના મોત થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાની સારવાર બાદ રાજ્યમાં ૩૦૨૩ લોકો સાજા થયા છે. આ સાથે ગુજરાતમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૩ લાખ ૭૫ હજાર ૭૬૮ થઈ ગઈ છે. કોરોનાથી રાજ્યમાં ૫૦૭૬ લોકોના મોત થયા છે.

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ શહેરમાં ૨૭ લોકોના મોત થયા છે. તો સુરત શહેરમાં ૨૫, રાજકોટ શહેરમાં ૮, વડોદરા શહેરમાં ૬, બનાસકાંઠા, ગાંધીનગર શહેર, રાજકોટ ગ્રામ્ય, સાબરકાંઠામાં બે-બે તથા અમદાવાદ ગ્રામ્ય, આણંદ, ભરૂચ, ગાંધીનગર ગ્રામ્ય, જુનાગઢ, સુરત ગ્રામ્ય અને વડોદરા ગ્રામ્યમાં એક-એક દર્દીના મોત થયા છે. આમ રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૮૧ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ શહેરમાં ૨૬૩૧, સુરત શહેરમાં ૧૫૫૧, રાજકોટ શહેરમાં ૬૯૮, વડોદરા શહેરમાં ૩૪૮, સુરત ગ્રામ્ય ૩૧૩, મહેસાણા ૨૪૯, ભાવનગર શહેર ૧૬૧, ભરૂચ ૧૬૧, વડોદરા ગ્રામ્ય ૧૩૮, જામનગર ૧૨૧, નવસારી ૧૦૪, બનાસકાંઠા ૧૦૩ અને ભાવનગરમાં ૧૦૩ કેસ નોંધાયા છે.

ગુજરાતમાં એક્ટિવ કેસ વધીને ૪૪૨૯૮ થઈ ગયા છે. જેમાં ૨૬૭ દર્દીઓ વેન્ટિલેટર પર છે. કોરોનાની સારવાર બાદ રાજ્યમાં ૩ લાખ ૨૬ હજાર ૩૯૪ લોકો સાજા થયા છે. અત્યાર સુધી ૫૦૭૬ લોકોના મોત થયા છે. રાજ્યનો રિકવરી રેટ ઘટીને ૮૬.૮૬ ટકા આવી ગયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.