કોરોનાનો આતંક દિવસેને દિવસે વધ્યોઃ ૧૦૩૪૦ કેસ

Files Photo
અત્યાર સુધીમાં કુલ ૩૩૭૫૪૫ લોકો સાજા થતા ડિસ્ચાર્જ કરાયા હતાઃ ૨૪ કલાકમાં અમદાવાદમાં ૩૬૯૪ કેસ
ગાંધીનગર, ગુજરાતમાં કોરોના હવે દિવસેને દિવસે વધારે બેકાબુ બનતો જઇ રહ્યો હોય તેમ લાગી રહ્યુ છે. રોજેરોજ આંકડા જે પ્રકારની છલાંગો લગાવી રહ્યા છે તે જાેતા ગુજરાત પણ મહારાષ્ટ્રનાં રસ્તે જઇ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. રાજ્યમાં આજે ૧૦,૩૪૦ નવા કોરોનાના કેસ નોંધાયા. જ્યારે ૩૯૮૧ લોકો સાજા થયા છે.
અત્યાર સુધી કુલ ૩,૩૭,૫૪૫ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર પણ ઘટીને ૮૩.૪૩ ટકાએ પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ ૮૮,૮૦,૯૫૪ વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને ૧૪,૦૭,૦૫૮ નાગરિકોનું બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થઇ ચુક્યું છે. આ પ્રકારે કુલ ૧,૦૨,૮૮,૦૧૨ રસીકરણનાં ડોઝ આપવામાં આવ્યા.
આજે ૬૦ વર્ષથી વધારે ઉંમરનાં અને ૪૫થી ૬૦ વર્ષનાં કુલ ૬૫,૯૦૧ લોકોને પ્રથમ ડોઝ અને ૪૩,૯૬૬ લોકોને બીજા ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું. જાે કે રાજ્યમાં હજી સુધી કોઇને રસીના કારણે ગંભીર આડઅસર જાેવા મળી નથી. રાજ્યમાં આજે કોરોનાના નવા ૧૦,૩૪૦ દર્દીઓ નોંધાયા છે.
રાજ્યમાંથી ૩૯૮૧ દર્દીઓ સાજા થયા છે. આ સાથે રાજ્યનો રિકવરી રેટ પણ ગગડીને ૮૩.૪૩ ટકા પર પહોંચી ગયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ ૩,૩૭,૫૪૫ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો ૬૧૬૪૭ એક્ટિવ કેસ છે. જ્યારે ૩૨૯ લોકો વેન્ટિલેટર પર છે.
૬૧૩૧૮ લોકો સ્ટેબલ છે. ૩૩૭૫૪૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. ૫૩૭૭ લોકોનાં મોત નિપજ્યાં છે. આજે કોરોનાને કારણે કુલ ૧૧૦ લોકોનાં મોત નિપજ્યાં છે. જેમાં અમદાવાદ કોર્પોરેશન ૨૭, સુરત કોર્પોરેશન ૨૪, રાજકોટ કોર્પોરેશન ૯, વડોદરા કોર્પોરેશન ૮, સુરેન્દ્ર નગર ૭, ગાંધીનગર ૪, સુરત ૪, ભરૂચ ૩, જામનગર ૩, જામનગર કોર્પોરેશન ૩, બનાસકાંઠા ૨, મહેસાણા, મોરબી, રાજકોટ, સાબરકાંઠા, વડોદરામાં ૨-૨ અને અમદાવાદ, અરવલ્લી, દેવભુમિ દ્વારકા , ગાંધીનગર કોર્પોરેશન, જુનાગઢ અને ખેડામાં ૧-૧ વ્યક્તિઓનાં મોત નિપજ્યાં છે.