કોરોનાનો આતંક દિવસેને દિવસે વધ્યોઃ ૧૪૨૯૬ કેસ
અત્યાર સુધીમાં કુલ ૩૭૪૬૯૯ લોકો સાજા થતા ડિસ્ચાર્જ કરાયા હતાઃ ૨૪ કલાકમાં અમદાવાદમાં ૫૮૬૪ કેસ
ગાંધીનગર, રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. કોરોનાની બીજી લહેર પહેલા કરતા વધારે ભયાનક હોય તે પ્રકારે રોજેરોજ આંકઓ પોતાનો જ બનાવેલો રેકોર્ડ તોડી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૪ હજારથી વધુ કોરોનાના કેસો નોંધાયા છે. તો બીજી તરફ મોતનો આંકડો પણ તમામ રેકોર્ડ તોડી રહ્યો છે.
ત્યારે ચાર મહાનગરોમાં જાણે કે કોરોનાનો રાફડો ફાટ્યો હોય એમ કેસ મોટો ઉછાળો જાેવા મળી રહ્યો છે. ગુજરાતમાં આજે રેકોર્ડબ્રેક કોરોના કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. સતત રસીકરણ છતાં કોઇ પણ પ્રકારે રાજ્યમાં કોરોના કાબુમાં નથી આવી રહ્યો. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૪,૨૯૬ નવા કોરોના કેસ નોંધાયા છે અને ૧૫૭ લોકોના મોત થયા છે.
તો બીજી તરફ માત્ર ૬,૭૨૭ લોકો કોરોનાને મ્હાત આપીને સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ ૩,૭૪,૬૯૯ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જાે કે, રાજ્યનો રિકવરી રેટ આજે પણ ઘટ્યો હતો અને ૭૫.૫૪ ટકાએ પહોંચ્યો હતો. અત્યાર સુધીમાં ૯૩,૬૩,૧૫૯ વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને ૧૯,૩૨,૩૭૦ વ્યક્તિઓનું બીજા ડોઝની રસી અપાઇ ચુકી છે.
આ પ્રકારે કુલ ૧,૧૨,૯૫,૫૩૬ રસીકરણના ડોઝ આપવામાં આવ્યા. આજે ૬૦ વર્ષથી વધારે વયના તેમજ ૪૫-૬૦ વર્ષનાં કુલ ૫૭,૩૨૧ વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને ૫૮,૦૦૮ વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીની કોઇ ગંભીર આડઅસર જાેવા મળી નથી.
રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ ૧,૧૫,૦૦૬ એક્ટિવ દર્દી છે, જે પૈકી ૪૦૬ લોકો વેન્ટિલેટર પર છે અને ૧,૧૪,૬૦૦ લોકો સ્ટેબલ છે. ૩,૭૪,૬૯૯ લોકોને ડિસ્ચાર્જ અપાઇ ચુક્યું છે. ૬,૩૨૮ લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં ૨૭, સુરત કોર્પોરેશનમાં ૨૬, રાજકોટ કોર્પોરેશનમાં ૮, વડોદરા કોર્પોરેશનમાં ૧૧, જામનગર કોર્પોરેશનમાં ૮, ભાવનગર કોર્પોરેશનમાં ૩, ગાંધીનગર કોર્પોરેશન ૨ અને જૂનાગઢ કોર્પોરેશનમાં ૨ દર્દીના મોત થયા છે.
આ ઉપરાંત સુરતમાં ૧, મહેસાણામાં ૪, જામનગરમાં ૬, બનાસકાંઠા ૪, સુરેંદ્રનગરમાં ૪, વડોદરામાં ૭, કચ્છમાં ૩, સાબરકાંઠામાં ૫, ભાવનગરમાં ૪, મહીસાગર ૧, ગાંધીનગરમાં ૪, જુનાગઢમાં ૨, ભરૂચમાં ૪, વલસાડમાં ૨, પંચમહાલમાં ૧, અમરેલીમાં ૨, અમદાવાદમાં ૨, રાજકોટમાં ૬, મોરબીમાં ૬, દેવભૂમિ દ્વારકામાં ૧, અને બોટાદમાં ૧ એમ કુલ રાજ્યમાં કુલ ૧૫૭ દર્દીઓના મોત થયા છે.