કોરોનાનો એક કેસ મળતાં સમગ્ર ન્યૂઝીલેન્ડમાં લોકડાઉન

ઓકલેન્ડ, ન્યૂઝીલેન્ડમાં કોરોનાનો માત્ર એક કેસ સામે આવ્યા બાદ પીએમ જેસિન્ડા અર્ડેને આખા દેશમાં લોકડાઉન લાગુ કરી દીધુ છે. જાણકારી પ્રમાણે કોવિડનો આ નવો કેસ ઓકલેન્ડમાં સામે આવ્યો છે. જાેકે એ પછી સરકારે આખા દેશમાં લોકડાઉન લાગુ કરવાનુ નક્કી કર્યુ છે. ઓકલેન્ડમાં સાત દિવસ અને બીજા શહેરોમાં ત્રણ દિવસનુ લોકડાઉન જાહેર કરાયુ છે.
અધિકારીઓનુ કહેવુ છે કે, જે નવો કેસ સામે આવ્યો છે તે ડેલ્ટા પ્લસ વેરિએન્ટનો લાગી રહ્યો છે. જાેકે હજી સુધી તેના પર સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે, ન્યૂઝીલેન્ડ દુનિયાના એક ગણ્યા ગાંઠ્યા દેશો પૈકીનો એક છે જેણે કોરોના પર બહુ જલ્દી કાબૂ મેળવી લીધો હતો. દુનિયા જ્યારે બીજી લહેર સામે ઝઝૂમી રહી હતી ત્યારે ન્યૂઝીલેન્ડમાં કોરોનાના સાવ ગણતરીના કેસો હતા અ્ને એ પછી તો કોરોનાના નવા કેસ તો છેલ્લા કેટલાક સમયથી સામે આવ્યા જ નહોતા. હવે માત્ર એક જ કેસ આવ્યો હોવા છતા તકેદારીના ભાગરૂપે આખા દેશમાં સરકારે લોકડાઉન લાગુ કરી દીધુ છે. જેથી કોરોનાનુ સંક્રમણ ફરી વખત શરૂ ના થાય.SSS