કોરોનાનો કહેરઃ દેશભરમાં કેટલીક જગ્યાએ ફરીથી લોકડાઉન
નવીદિલ્હી, ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં કોરોનાના ઝડપથી કેસ વધી રહ્યાં છે. જેને ધ્યાનમાં લઇને લખનઉના કેટલાંક વિસ્તારોમાં ફરીથી લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે. રાજધાની હેઠળ આવનારા ચાર પોલીસ થાણા ગાજીપુર, ઇંદિરાનગર, આશિયાના અને સરોજિની નગર થાણા ક્ષેત્રોમાં લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે. લખનઉમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં લઇને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઘણા ગંભીર છે. રાજધાનીમાં મહામારીને વધતા સંક્રમિતને ધ્યાનમાં લઇને મુખ્યમંત્રી યોગીએ કેટલાંક વરિષ્ઠ અધિકારીઓને બોલાવી તેમની સાથે બેઠક કરી. લખનઉ હાઇકોર્ટ બે દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
જમ્મૂ-કાશ્મીરમાં જમ્મૂ જિલ્લા તંત્રએ ક્ષેત્રમાં આવતા અઠવાડિયાથી સપ્તાહના અંતમાં લોકડાઉન લગાવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે અહીં શુક્રાવાર સાંજે ૬ વાગ્યાથી સોમવારે સવારે ૬ વાગ્યા સુધી લોકડાઉન લાગુ રહેશે. આ જ રીતે કર્ણાટકના કુલબુર્ગી જિલ્લામાં પણ લોકડાઉન વધારી દેવામાં આવ્યું છે. અહીં હવે ૨૭ જુલાઇ સુધી લોકડાઉન રહેશે. જ્યારે ગોવામાં ૩ દિવસનું લોકડાઉન રવિવાર પૂરુ થયું છે. પરંતુ રાતનો જનતા કર્ફ્યું ૧૦ ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. આ વચ્ચે, છત્તીસગઢ સરકારના એક્સાઇઝ વિભાગે મોટો નિર્ણય લીધો છે. રાજ્યના બધા કલબ, રેસ્ટોરાં, બાર અને હોટલ સ્થિત બાર રૂમ, સ્ટોક રૂમ સહિત દારુના સ્થળ આગામી ૨ ઓગસ્ટ સુધી બંધ રાખવાનો આદેશ કર્યો છે.