કોરોનાનો કહેર: દિલ્હીમાં મૃત્યુદર રાષ્ટ્રીય સરેરાશથી વધુ
નવીદિલ્હી, સર્વશ્રેષ્ઠ ચિકિત્સીય સેવાઓ આપનારા શહેરોમાંથી એક રાષ્ટ્રીય પાટનગરમાં કોરોના વાયરસથી મૃત્યુ પામનારાઓની સંખ્યા ઓછી થઇ રહી નથી સ્થિતિ એ છે કે ગત આઠમાંથી સાત દિવસ રોજ ૪૦થી વધુ લોકોએ સંક્રમણના કારણે જીવ ગુમાવ્યો છે.એટલું જ નહીં દિલ્હીમાં મૃત્યુ દર રાષ્ટ્રીય સરેરાશથી વધુ છે.
સારી સારવાર અને આઇસીયુ કેયર હોવા છતાં રાજધાનીમાં મોતના વધતા આંકડા ગંભીર સવાલ ઉભા કરી રહ્યાં છે દિલ્હી સરકારના હેલ્થ બુલેટિન અનુસાર અત્યાર સુધી રાજધાનીમાં કોરોના વાયરસથી ૬૬૫૨ લોકોના મોત થયા છે.દિલ્હીમાં કોરોના વાયરસની મૃત્યુ દર ૧.૬૫ ટકા છે જયારે રાષ્ટ્રીય સ્તર પર આ દર ૧.૪૯ ટકા છે.
આ આકંડાને લઇ ગત સપ્તાહોની સરખામણી કરીએ તો દિલ્હીમાં સૌથી સૌથી વધુ મોત ૨૬ ઓકટોબરને નોંધવામાં આવ્યા હતાં જયારે એક દિવસમાં ૫૪ લોકોના મોત થયા હતાં આ પહેલા ૧૬ જુને એક દિવસમાં ૪૩૭ લોકોના મોત નિપજયા હતાં જયારે ઓડિટ કમિટી સુધી જાણકારી વિલંબથી પહોંચવાને કારણે આ આંકડા બાદમાં સામે આવ્યા હતાં જયારે મોત પહેલા જ થઇ ચુકયા હતાં.
દરરોજ જારી થનાર બુલેટિન અનુસાર જ ગત ૨૬ ઓકટોબરથી અત્યાર સુધી રોજના ૪૦થી વધુ લોકોના મોત થયા છે.ફકત ૨૯ ઓકટોબરે ૨૭ લોકોના મોત નોંધાયા હતાં દિલ્હી સરકાર અનુસાર રાજધાનીમાં પથારીઓની કમી નથી આઇસીયુમાં યોગ્ય પથારીઓ છે અને સમય પર દર્દીઓને સારવાર મળી રહી છે પરંતુ કોરોના સારવારમા ંજ રાત દિવસ સેવામાં લાગેલ ડોકટરો અનુસાર દિલ્હીમાં રોજ મોત વધવાની પાછળ અનેક મોટા કારણો હોઇ શકે છે.
તેમાંથી એક દર્દીના સમય પર હોસ્પિટલ ન પહોંચવાનું મોટું કારણ છે જયારે બીજુ હોસ્પિટલથી રેફર થવા કે ફરી સરકારી હોસ્પિટલોમાં લાંબી રાહ જાેવા છતાં ભરતી ન કરવાનું પણ કારણ હોઇ શકે છે જાે કે આ કારણોને લઇ દિલ્હી સરકારને સમીક્ષા કરવી જાેઇએ.
જયારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે સરકારી દાવા ભલે કંઇ બીજા હોઇ શકે છે પરંતુ આકંડાની સાક્ષી કંઇક બીજી જ છે. દિલ્હીની હોસ્પિટલમાં યોગ્ય પથારીઓ હોઇ શકે છે પરંતુમોતના વધતા આંકડાથી પથારી ખાલી થવાનું કોઇ ઐચિત્ય બચતુ નથી તેમણે કહ્યું કે દિલ્હી સરકારે એકવાર ફરી પોતાની રણનીતિ પર ફરી વિચાર કરવાની જરૂર છે હોસ્પિટલના સ્તર પર મોતને લઇ એક યાદી તૈયારી કરવી જાેઇએ અને તેના પર દેખરેખ વધારવી જાેઇએ.SSS