કોરોનાનો કહેર વધતાં જંબુસરના બજારો સ્વયંભૂ બંધ.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: જંબુસર નગરમાં કોરોનાએ પોતાનું આધિપત્ય જમાવ્યું હોય તેમ દિનપ્રતિદિન કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો નોંધાતો હોય જેને લઈ ગ્રામજનોમાં ભય ફેલાયેલો જોવા મળે છે.કોરોનાનું સંક્રમણ અટકે તે માટે બુટ ચપ્પલ,ચોક્સી,કરિયાણા અને શાકભાજી સહિતના વિવિધ વેપારી મંડળ દ્વારા પોતાના ધંધા રોજગાર બંધ રાખવાનો સ્વૈચ્છિક નિર્ણય લેવામાં આવ્યો હતો.
જેના પગલે જંબુસર શહેરમાં સવાર થી જ કર્ફ્યુ જેવો માહોલ લાગતો હતો.જંબુસરની તમામ દુકાનો જડબે સલાક બંધ જોવા મળતી હતી.જંબુસર તાલુકામાં કોરોના થી બચાવવા તમામ વેપારી મિત્રોએ આવકારદાયક પગલું ભર્યું છે.