કોરોનાનો કહેર: સેન્સેક્સ 2700થી વધારે પોઈન્ટ તૂટીને બંધ

મુંબઇ, ભારતીય શેર બજાર માટે આજે પણ ખરાબ દિવસ સાબિત થયો. સેન્સેક્સ અને નિફ્ટીમાં લગભગ 8%નો ઘટાડો જોવા મળ્યો. કોરોના વાઈરસની દહેશતની અસર આર્થિક બજારો પર પણ પડી રહી છે કે ગ્લોબલ બજાર તૂટી રહ્યાં છે. આ મહામારીના ચપેટમાં લોકો તો આવી રહ્યાં છે પરંતુ શેર બજાર પણ તેની ચપેટમાં આવતું જોવા મળ્યું છે. ટ્રેડિંગ પૂર્ણ થવાના છેલ્લા કલાકમાં સ્ટોક માર્કેટમાં ભારે બિકવાલી આવી ગઈ અને સેન્સેક્સ 2730 પોઈન્ટથી વધારે તૂટી ગયો હતો. જ્યારે નિફ્ટી 766 પોઈન્ટના ભારેના ઘટાડો જોવા મળ્યો. આજના કારોબાર દરમિયાન બીએસઈના 30 શેરોવાળા ઈન્ડેક્સ સેન્સેક્સ 2713.41 પોઈન્ટના ઘટાડા સાથે 31,390.07 પર બંધ થયો અને એનએસઈના 50 શેર વાળા ઈન્ડેક્સ નિફ્ટી 756.10ના ઘટાડા સાથે 9199.10 પર બંધ થયો છે.
વૈશ્વિક સ્તરે કોરોના વાઇરસ પ્રબળ બનવાની સાથે અન્ય પ્રતિકૂળ અહેવાલો પાછળ આજે ફરી એકવાર ભારતીય શેરબજાર ઘટાડો જોવા મળ્યો છે. કોરોના વાઇરસના કારણે ભારત સહિત દુનિયાભરના શેરબજારોમાં ખરાબ હાલ છે. અમેરિકન બજારની તેજી અને ફેડરલ બેન્કનો વ્યાજદરમાં ઘટાડો પણ સેન્સેક્સમાં તેજી લાવી શક્યો નથી. કોરોના વાઈરસનું ઈન્ફેક્શન વધવાના ડરથી ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.
બીએસઈ 30માં સામેલ તમામ કંપનીઓના શેર્સમાં ઘટાડો જોવા મળ્યો છે, જોકે સનફાર્મા અને ટીસીએસ, ડોલેક્સ, ડોલેક્સ અને ડોલેક્સ 200ના શેરમાં ઉછાળો આવ્યો છે. હાલ સેન્સેક્સ 1624.89 અંક ઘટીને 32,478.59 પર પહોંચ્યો. નિફ્ટી 455.05 અંક ઘટી 9,500.15 પર પહોંચ્યો. શુક્રવારે સેન્સેક્સ 34,103.48 પર બંધ રહ્યું હતું જે આજે 1000.24 ઘટીને 33,103.24 પર ખુલ્યું હતું જે ઘટીને 32,446.04 સુધી જઇ આવ્યું. હાલ સેન્સેક્સ -1516.82(-4.45%) ઘટીને 32586.66 પર જ્યારે નિફ્ટી -434.25(-4.36%) ઘટીને 9520.95 કારોબાર કરી રહ્યું છે.