Western Times News

Gujarati News

કોરોનાનો ખોફ જવાથી BRTSમાં પેસેન્જર વધ્યા

Files Photo

છેલ્લા બે મહિનામાં આશરે ૩પ હજાર પેસેન્જરનો વધારો થતાં તંત્ર હરખાયુંઃ આવકમાં પણ લગભગ બમણો વધારો

અમદાવાદ, શહેરમાં કોરોનાની સેકન્ડ વેવનો પ્રકોપ હવે સદંતર હળવો થઈ ગયો છે. અત્યારે તો અમદાવાદમાં કોરોનાનાનવા કેસ બે આંકડામાં પણ નોધાતા નથી. જાે કે સત્તાવાળાઓએ થર્ડ વેવની શક્તાને જાેતાં અમદાવાદમાં એન્ટિજન રેપિડ ટેસ્ટના ર૮ ડોમ કાર્યરત કર્યા છે.

તેમ છતાં કોરોનાનું જાેર વધ્યું નથી. એક તરફ કોરોનાની તીવ્રતા ઘટવાથી મ્યુનિ. તંત્ર પણ કંઈક અંશે હળવાશ અનુભવે છે, તો બીજી તરફ કોરોનાનો ખોફ જવાથી બીઆરટીએસ જેવી જાહેર પરિવહન સેવા તરફ પણ પેસેન્જરો વળ્યા છે. હવે વધુને વધુ પેસેન્જર કોરોનાની બીક હળવી થવાથી બીઆરટીએસ બેસનો તેમના ગંતવ્યસ્થાને પહોંચવા ઉપયોગ કરી રહ્યાં છે.

અમદાવાદમાં કોરોનાની સેકન્ડ વેવે માઝા મૂકતાં મ્યુનિે. સત્તાવાળાઓએ ગત તા. ૧૮ માર્ચ, ર૦ર૧થી એમએમટીએસ અને બીઆરટીએસ એમ બન્ને જાહેર પરિવહન સેવાને બંધ કરી દીધી હતી. બસમાં પ્રવાસ કરવાથી કોરોનાનું સંક્રમણ ઝડપભેર અન્ય વ્યક્તિઓમાં ફેલાતું હોઈ તંત્રે આવો દૂરંદેશીભર્યો નિર્ણય લીધો હતો.

જાે કે જૂનમાં કોરોનાનું તાંડવ ઘટવાથી તંત્રે ઓફિસ કે દુકાને મોં માંગ્યા ભાવ પડાવતા રિક્ષાચાલકોની ંરંજાડથી સામાન્ય લોકોને બચાવવા માટે ફરી આ બન્ને સેવાને શરૂ કરી હતી. જાે કે ગત તા. ૭ જૂનથી એટલે કે ૮૧ દિવસ પછી કોરોના ગાઈડલાઈનના આધારે એએમટીએસ અને બીઆરટીએસ બસ દોડતી થઈ હતી, જેના કારણે હજારો પેસેન્જરે હાશકારો અનુભવ્યો હતો.

જાે કે તંત્ર દ્વારા ગત તા. ૭ જૂનથી બીઆરટીએસ અને એએમટીએસનેુ પ૦ ટકા પેસેન્જર અને પ૦ ટકા બસ રોડ પર દોડતી કરવાની છૂટ અપાઈ હતી. એટલે બીઆરટીએસની વાત કરીએ તો તે દિવસોમાં બીઆરટીએસની માંડ ૧પ૦ બસ કોરિડોર પર મુકાઈ હતી.

કોરોના મહામારીના પગલે ૮૧ દિવસ સુધી બીઆરટીએસ બસ ડેેપોમાં પડી રહી હોવાથી બીઆરટીએસ બસ સર્વિસને રૂા. ૧૦ કરોડનું આર્થિક નુકસાન થયું હતું. અલબત્ત ૭ જૂને બીઆરટીએસના સત્તાવાળાઓને ૧પ૦ બસને કોરિડોરમાં મૂકીને પહેલા જ દિવસે ૬૦ હજાર પેસેન્જર મેળવ્યા હતા. તે દિવસે બીઆરટીએસને રૂા. ૬.પ૦ લાખની આવક થઈ હતી.

ત્યાર બાદ વખતો વખત રાજ્ય સરકાર દ્વારા કોરોનાના કેસ ઘટતા જતા હોવાથી કોવિડ ગાઈડલાઈનનાં નિયંત્રણોને હળવાં કરાયાં હતા એટલે હવે નવી ગાઈડલાઈન મુજબ બીઆરટીએસ બસમાં ૭પ ટકા ક્ષમતા સાથે પેસેન્જરને લઈ જવાની છૂટ અપાઈ છે એટલે સ્વાભાવિકપણે પેસેન્જર વધ્યા છે.

ગત તા. ૭ ઓગસ્ટ, ર૦ર૧ની સ્થિતિએ એટલે કે છેલ્લા બે મહિનામાં બીઆરટીએસના અગાઉના ૬૦ હજાર પેસેન્જરોમાં વધારો થઈને રોજના ૯૪ હજાર પેસેન્જર થયા છે. એટલે કે બે મહિનામાં ૩૪ હજાર પેસેન્જર વધવાથી હવે બીઆરટીએસને રોજની ૧ર લાખ રૂપિયાની આવક થઈ રહી છે.

અત્યારે બીઆરટીએસની રપ૦ જેટલી બસ કોરિડોરમાં ફરી રહી હોઈ આગામી દિવસોમાં આવકમાં હજુ વધારો થશે. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના હતો કે દિવસોમાં બીઆરટીએસને રોજના ૧.૪૦ લાખ પેસેન્જરોથી રોજેરોજ આશરે ૧૯ લાખની આવકથતી હતી એટલે હજુ પેસેન્જરો અને આવકના મામલે દિલ્હી દૂર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.