કોરોનાનો ગ્રાફ હવે ચિંતામાં કરી રહ્યો છે વધારો: ૨૪ કલાકમાં ૨.૧૯ લાખ નવા કેસ

વોશિગ્ટન, દુનિયાભરમાં કોરોનાવાયરસ અને તેના નવા વેરિઅન્ટે હાહાકાર મચાવ્યો છે. ત્યારે આ ૨૪ કલાકમાં સૌથી વધુ કેસ ફ્રાન્સમાં નોંધાયા છે, જ્યા આ ૨૪ કલાકમાં ૨.૧૯ લાખ નવા કેસ સામે આવ્યા છે.
દુનિયામાં આજે કોરોનાવાયરસનો કહેર એકવાર ફરી જાેવા મળી રહ્યો છે. વૈશ્વિક સ્તરે આ મહામારી હવે એક મોટી ચિંતાનું કારણ બનતુ જઇ રહ્યુ છે. જણાવી દઇએ કે, વિશ્વમાં ૨૪ કલાકમાં કોરોનાવાયરસનાં ૧૧.૮૮ લાખ નવા કેસ નોંધાયા છે. જે હવે ખતરાની ઘંટી બરાબર છે.
આપને જણાવી દઇએ કે, દુનિયાભરમાં કોરોનાવાયરસ અને તેના નવા વેરિઅન્ટે હાહાકાર મચાવ્યો છે. ત્યારે આ ૨૪ કલાકમાં સૌથી વધુ કેસ ફ્રાન્સમાં નોંધાયા છે, જ્યા આ ૨૪ કલાકમાં ૨.૧૯ લાખ નવા કેસ સામે આવ્યા છે. ઉપરાંત યુકેમાં આ ૨૪ કલાકમાં ૧.૬૨ લાખ નવા કેસ નોંધાયા છે.
વળી અહી એક્ટિવ કેસ ૨૫.૮૬ લાખ હોવાનુ સામે આવ્યુ છે. વિશ્વની મહાસત્તા અમેરિકામાં આ મહામારીએ સૌથી વધુ કહેર વરસાવ્યો છે. અહી છેલ્લા ૨૪ કલાકમાં ૧.૬૧ લાખ નવા કોરોનાનાં કેસ નોંધાયા છે. આ ઉપરાંત ઇટાલી અને ઓસ્ટ્રેલિયામાં છેલ્લા ૨૪ કલાકમાં અનુક્રમે ૧.૪૧ લાખ અને ૩૫ હજાર નવા કોરોનાનાં કેસ નોંધાયા છે.
જણાવી દઇએ કે, આ ખતરનાક કોવિડ-૧૯ વાયરસ સામેની લડાઈનું આ ત્રીજું વર્ષ છે. પૂરી દુનિયા આ મહામારીને હરાવવા માટે લડી રહી છે. દરમ્યાન, વિશ્વ આરોગ્ય સંસ્થાનાં વડાએ આ વૈશ્વિક રોગચાળાને હરાવવા માટે એક ફોર્મ્યુલા આપી છે. ડબ્લ્યુએચઓનાં ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અધાનમ ગેબ્રેયસસે કહ્યું કે, જાે આપણે એક વસ્તુને હરાવીએ તો આ વૈશ્વિક મહામારીને હરાવી શકાય છે.
ડબ્લ્યુએચઓનાં ચીફ ટેડ્રોસ અધાનમ ગેબ્રેયસસે કહ્યું છે કે, જાે આપણે અસમાનતાને હરાવીશું તો તે આપણી હાર હશે. ટેડ્રોસ અધાનમ ગેબ્રેયસસે કહ્યું, ‘કોઈ પણ દેશ આ રોગચાળાથી અસ્પૃશ્ય નથી. આપણી પાસે આવા ઘણા હથિયારો છે જેના વડે આપણે તેની સુરક્ષા કરી શકીએ છીએ અને તેનો સામનો કરી શકીએ છીએ. જાે આપણે અસમાનતાને હરાવીશું તો હું માનું છું કે આપણે આ રોગને હરાવી શકીશું.’ તેમણે કહ્યું કે અમે કોવિડ-૧૯ મહામારીનાં ત્રીજા વર્ષમાં પ્રવેશ કયા ર્ે છે. હું માનું છું કે આ રોગચાળાનું આ છેલ્લું વર્ષ છે પરંતુ જ્યારે આપણે સાથે હોઈએ ત્યારે જ.HS