Western Times News

Gujarati News

કોરોનામાંથી સ્વસ્થ થયા બાદ દર્દીઓમાં એટેક, સ્ટ્રોકનું જાેખમ

મુંબઈ: ૩૬ વર્ષના નિલેશને કોરોનાની અસર ખાસ્સી ઓછી થઈ ગઈ હતી. તે હોસ્પિટલમાંથી ઘરે જવાની રાહ જાેઈ રહ્યો હતો. જાેકે, અચાનક જ તેને લકવાનો હુમલો આવી ગયો. બે બાળકોનો પિતા નિલેશ ઘરમાં કમાનારી એકમાત્ર વ્યક્તિ છે. જાેકે, છેલ્લા એક મહિનાથી તે પથારીવશ છે. ડૉક્ટર્સનું કહેવું છે કે નિલેશને સંપૂર્ણપણે સ્વસ્થ થવામાં છ મહિના જેટલો સમય લાગી જશે. તેના માટે તેને મગજની સર્જરી સાથે ફિઝિયોથેરાપીની પણ જરુર પડશે.

કોરોના બાદ લકવો થયો હોય તેવો નિલેશ કોઈ પહેલો વ્યક્તિ નથી. કોરોનામાંથી સાજા થયેલા વ્યક્તિઓમાં સ્ટ્રોક કે પછી હાર્ટ અટેક આવવાના કેસો રોજેરોજ સામે આવી રહ્યા છે. ખાસ તો કોરોનાની બીજી લહેરમાં તો તેમાં જાેરદાર વધારો થયો છે. કેટલાક કેસમાં તો હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયાના બે મહિના બાદ પણ પેશન્ટને તેના ભોગ બનવું પડે છે.

વાત આટલેથી જ નથી અટકતી. ન્યૂરોલોજિસ્ટ્‌સ તો એમ પણ કહે છે કે મ્યૂકોરમાઈકોસિસના દર્દીઓમાં પણ સ્ટ્રોક આવવાનું પ્રમાણ વધી રહ્યું છે. મહારાષ્ટ્રમાં તો સ્ટેટ કોવિડ ટાસ્કફોર્સે ડૉક્ટરોને કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓને આવી કોઈ તકલીફ ના થાય તે માટે ખાસ ધ્યાન આપવા માટે જણાવ્યું છે.

નિલેશની સર્જરી કરનારા બ્રેઈન અને સ્પાઈન સર્જન ડૉ. વિશ્વનાથન ઐયર જણાવે છે કે તેમણે મે મહિનામાં આવી ચોથી
સર્જરી કરી છે. રેડ્ડીના કેસમાં તેમને ડીકોમ્પ્રેશન સર્જરી કરવી પડી હતી, કારણકે પેશન્ટના મગજની જમણી સાઈડમાં લોહીનો મોટો ગઠ્ઠો જામી ગયો હતો. મગજમાં જે સોજાે થઈ ગયો હતો તેને દૂર કરવા માટે એક હાડકું દૂર કરવું પડ્યું હતું. તેમનું કહેવું છે કે સોજાને કારણે એવી સ્થિતિ સર્જાય છે કે જેના લીધે લોહી જાડું થવા લાગે છે, અને તેનાથી સ્ટ્રોકનો ખતરો વધી જાય છે.

મુંબઈની કેઈએમ હોસ્પિટલના ન્યૂરોલોજિસ્ટ ડૉ. નિતિન ડાંગે જણાવે છે કે, કોરોનામાંથી રિકવર થયા બાદ સ્ટ્રોક કે હાર્ટ અટેક આવ્યા હોય તેવા ૨૦ કેસ તેમની પાસે અત્યારસુધી આવી ચૂક્યા છે. ખાસ કરીને જેમને કોરોનાને કારણે હોસ્પિટલાઈઝ થવું પડ્યું હોય તેવા દર્દીમાં તેનું પ્રમાણ વધારે છે. નાની ઉંમર તેમજ શુગર, બીપી જેવી કોઈ તકલીફ ના હોય તેવા દર્દીઓને પણ તેના ભોગ બનવું પડી રહ્યું છે. રિકવર થયાના બે મહિના પછી પણ સ્ટ્રોક, હાર્ટ અટેકના કેસ જાેવા મળે છે. તેમણે જણાવ્યું હતું કે, મ્યૂકરમાઈકોસિસના મોટાભાગના ઘણા દર્દીઓને સ્ટ્રોક આવ્યો હોવાના દાખલા છે.

આવો જ એક કિસ્સો થાણેની જ્યુપિટર હોસ્પિટલમાં કન્સલ્ટન્ટ કાર્ડિયોલોજિસ્ટ તરીકે ફરજ બજાવતા ડૉ. આશિષ નાબારના પરિવારમાં બન્યો. જેમાં કોરોનાથી સાજા થયેલા એક વ્યક્તિનું મોત ઘણું ચોંકાવનારું હતું. આ વ્યક્તિની ઉંમર ૫૦ વર્ષની આસપાસ હતી. તેમને કોરોનામાંથી સાજા થયા બાદ હોસ્પિટલ ડિસ્ચાર્જના છ દિવસમાં જ સ્ટ્રોકનો ખૂબ જ ગંભીર કહી શકાય તેવો હુમલો આવ્યો.

એક સવારે તેઓ ઉઠ્‌યા અને તેમને લાગ્યું કે તેમનાથી જમણો હાથ-પગ નથી હલતા, અને તેમને બોલવામાં પણ તકલીફ થઈ રહી છે. એમઆરઆઈમાં તેમના કેરોટિડ આર્ટિલરીમાં લોહીનો ગઠ્ઠો જાેવા મળ્યો. તેમના પર તાત્કાલિક સર્જરી કરી સોજાે દૂર કરાયો પરંતુ વેન્ટિલેટર પર બે દિવસ રહ્યા બાદ તેમણે દમ તોડી દીધો હતો.

મુંબઈ સ્થિત કાર્ડિયોલોજિસ્ટ ડૉ. બ્રાયન પિન્ટો એક કેસને યાદ કરતાં જણાવે છે કે પેશન્ટને કોરોનામાંથી સાજા થયે કેટલાક મહિના થઈ ગયા હતા. જાેકે, તેમને અચાનક હાર્ટ અટેક આવ્યો અને તેમનું મોત થઈ ગયું. તેમણે જણાવ્યું હતું કે, આ વર્ષમાં તેઓ આવા ૨૦થી વધુ કેસ જાેઈ ચૂક્યા છે. કોરોનાને કારણે મગજમાં થતો સોજાે દૂર થતાં ઘણો સમય લાગે છે, અને કમસે કમ બે-ત્રણ મહિના તો દર્દીએ ખૂબ જ સંભાળવું પડે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.