કોરોનામાં પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ પુત્રએ ધોરણ ૧૦ના પરીણામમાં અવ્વલ સ્થાન પ્રાપ્ત કર્યું

મહેસાણા, આજે ધોરણ ૧૦ની પરીક્ષાનું ૬૫.૧૮ ટકા પરિણામ જાહેર થઈ ગયું છે. રાજ્યમાં સૌથી ઊંચુ પરિણામ સુરત જિલ્લાનું ૭૫.૬૪ ટકા રહ્યું છે જ્યારે સૌથી નીચુ પરિણામ પાટણ જિલ્લાનું ૫૪.૨૯ ટકા પરિણામ આવ્યું છે. રાજ્યમાં રાજકોટમાં આવેલ રુપાવટી કેન્દ્રનું પરિણામ સૌથી વધુ ૯૪. ૮૦ ટકા જાહેર થયું છે. રાજ્યમાં સૌથી નીચુ પરિમામ ધરાવતું કેન્દ્ર દાહોદનું રુવાબારી મુવાડા છે, જેનું પરિણામ ૧૯.૧૭ ટકા રહ્યું છે.
એસએસસી બોર્ડના પરિણામમાં પણ છોકરાઓની સામે છોકરીઓએ મેદાન માર્યું છે. આ વખતે છોકરાઓ કરતાં છોકરીઓએ ૧૧.૭૪ ટકા વધુ પરિણામ મેળવ્યું છે.મહેસાણા શહેરમાં રહેતા શિક્ષક પુત્ર એ કોરોના કાળમાં પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ પણ પિતાની આશા પુરી કરી છે. મહેસાણાની કરમ રેસિડેન્સીમાં રહેતા શિક્ષક પુત્ર તક્ષીલ પટેલે મહેસાણા જિલ્લાના ધોરણ ૧૦ના પરીણામમાં અવ્વલ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
કોરોનાના કપરાં કાળમાં શિક્ષક પિતાનું અવસાન થયા બાદ પિતાની ઈચ્છા પૂરી કરવા હિંમત હાર્યા વિના અભ્યાસ કર્યો હતો.આજે જ્યારે ગુજરાત શિક્ષણ બોર્ડનું ધોરણ ૧૦ નું પરીણામ આવ્યું, ત્યારે તક્ષીલ પટેલ સ્વર્ગસ્થ પિતાની ઈચ્છા પૂર્ણ કરી છે તો માતા ફાલ્ગુનીબેનના પુત્ર એ ધોરણ ૧૦માં ૯૯.૩૨ પર્સેન્ટાઇલ રેન્ક મેળવતા ગદગદીત થઇ ગયા છે. પુત્ર તક્ષીલ ધોરણ ૧૦ ના પરીણામથી પિતાને શ્રદ્ધાંજલિ અર્પી છે.hs3kp