કોરોનામાં માનસિક મુશ્કેલીઓનો સૌથી વધુ મહિલાઓ શિકાર બની
નવીદિલ્હી, કોરોના વાયરસ મહામારીના કારણે દુનિયાભરના લોકોની જીવન શૈલી બદલાઈ છે. એક શોધમાં જાણવા મળ્યું છે તે તેનો સૌથી મોટો પ્રભાવ મહિલાઓ પર થયો છે. લેસેંટના એક રિપોર્ટમાં કહેવાયું છે કે કોરોના વાયરસ મહામારીના શરૂઆતના વર્ષમાં ડિપ્રેશન અને ચિંતાની સાથેના કેસમાં ૧/૪થી વધારેનો વધારો થયો છે. આ વધારો દુનિયાના ચિકિત્સા વિશેષજ્ઞોને માટે ખતરાની ચેતવણી છે. તેમાં મોટા ભાગના કેસ મહિલાઓ સાથે જાેડાયેલા છે.
રિપોર્ટના અનુસાર ૨૦૨૦ના વર્ષમાં દુનિયામાં એન્ઝાઈટી ડિસઓર્ડરના ૩૭.૪ કરોડ કેસ આવ્યા છે. તેમાંથી લગભગ ૭.૬ કરોડ કેસનું કારણ કોરોના વાયરસ છે. ૭.૬ કરોડના આ આંકમાં લગભગ ૫.૨ કરોડ મહિલાઓના છે જ્યારે પુરુષોની સંખ્યા ૨.૪ કરોડની છે. એક સ્ટડીના આધારે જાણવા મળ્યું છે કે ૮૩ ટકા મહિલાઓનું કહેવું છે કે તેઓ કોરોના મહામારીના સમયમાં તે સતત ચિંતામાં રહેતી હતી.
આ સમયે મહિલાઓએ ઘરેલૂ હિંસા અને ગર્ભપાતનો સામનો કર્યો છે. ગર્ભવતી મહિલાઓ અને પીરિયડ્સના સમયે અન્ય મહિલાને પેનિક એટેકની ફરિયાદ કરી છે. મહિલાઓના માનસિક સ્વાસ્થ્યની સાથેની વાતમાં વધારાનું એક કારણ તેની પર ઘરના કામનો ભાર, બાળકોની દેખરેખની જવાબદારી પણ છે. મહામારીના સમયે લોકડાઉન લાગૂ થયું છે અને લોકો ઘરમાં બંધ રહેવા માટે મજબૂર થયા છે.
એવામાં મહિલાઓને માટે ઓફિસનું કામ અને ઘરના કામની વચ્ચે તાલમેલ બેસાડવાનું એક મુશ્કેલ ચેલેન્જ રહ્યું છે. આંકડા કહે છે કે પુરુષો ભાગ્યે જ મહિલાઓને ઘરના કામમાં મદદ કરી રહ્યા છે. જે મહિલાઓના બાળકો ૧૨ વર્ષથી નાના છે તેમાં ૪૪ ટકાને પ્રોફેશનલ અને પર્સનલ જીવનની વચ્ચે સામંજસ્ય બેસાડવામાં મુશ્કેલી આવી છે. તેની અસર તેમના માનસિક સ્વાસ્થ્ય પર થઈ છે.HS