Western Times News

Gujarati News

કોરોનામાં મોભી ગુમાવનારા પરિવારનું હૈયાફાટ રૂદન

Files Photo

રાજકોટ: કાળમુખ કોરોનાએ અનેક હસતા રમતા પરિવારોના માળા વીખી નાખ્યા છે. ખાસ કરીને પરિવારમાં જ્યારે કમાનાર મોભીનું નિધન થાય છે ત્યારે પરિવાર માટે પડ્યાં પર પાટું જેવો ઘાટ ઘડાય છે. ગુજરાત રાજ્યની હાલત એવી થઈ છે કે દરરોજ હૉસ્પિટલોમાં અનેક લોકો જીવ ગુમાવે છે. હૉસ્પિટલોમાં દાખલ થવા માટે લાઈનો છે, તેવી જ રીતે કોરોનાથી મોતને ભેટનાર લોકોને વિધિ પતાવીને સ્મશાને લઈ જવા માટે પણ લાઇનો લાગી છે. સ્મશાન ખાતે વળી અંતિમસંસ્કાર માટેની લાઈનો છે.

આ બધાની વચ્ચે રાજકોટ સિવિલ હૉસ્પિટ બહાર પરિવારના મોભીનું નિધન થયા બાદ હૈયાફાટ રૂદન કરતા એક પરિવારનો વીડિયો સામે આવ્યો છે. રાજકોટમાં કોરોનાએ અનેક પરિવારોના માળા વીખી નાખ્યા છે. કોરોના દર્દીઓનાં ટપોટપ મોત થઈ રહ્યા છે. રાજકોટમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૮૨ દર્દીનાં મોત થયા છે. જાેકે, મોત અંગેનો અંતિમ ર્નિણય ડેથ કમિટી લેતી હોવાથી સરકારી ચોપડે બહુ ઓછા મોત બતાવવામાં આવે છે. રાજકોટમાં સિવિલની કોવિડ હૉસ્પિટલ ખાતે અનેક દર્દીઓ મોતને ભેટે છે. જે જે દર્દીનું મોત થાય છે તેમના પરિવારનું સવારથી સાંજ સુધી અહીં રૂદન સંભળાય છે.

કોઈનો લાડકવાયો, કોઈનો પતિ, કોઈની પત્ની, કોઈના પિતા, કોઈના દાદાને કોરોના ભરખી રહ્યો છે. જેના પગલે સિવિલ ખાતે સવારથી રાત સુધી હૈયાફાટ રૂદન સાંભળવા મળે છે. સિવિલ ખાતે ગઈકાલે રાતનો એક વીડિયો વહેતો થયો છે. જેમાં પરિવારના મોભીનાં નિધન થયા બાદ માતા અને પુત્ર હૈયાફાટ રૂદન કરી રહ્યા છે. પત્ની તેના પતિને ઊભા થવાની બૂમો પાડી રહી છે, જ્યારે પુત્ર તેની માતાને દિલાસો આપતાં આપતાં રડી રહ્યો છે. પુત્ર તેની માતાને કહી રહ્યો છે કે હવે તેઓ ક્યારેય ઊભા નહીં થાય.

એક તરફ લોકો કોરોનાથી ટપોટપ મરી રહ્યા છે ત્યારે પણ તકસાધુઓ લોકોને લૂંટવાનું છોડી નથી રહ્યા. રાજકોટમાં ૧૦ હજાર રૂપિયામાં રેમડેસિવીર ઇન્જેક્શન વેચીને કાળા બજાર કરી રહેલા શખ્સની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી લીધી છે. નર્સિંગનો કોર્ષ કરી હાલ હૉમકેર તરીકે કામ કરતા ઇસમને પોલીસે ઇન્જેક્શનની કાળાબજારી કરતા ઝડપી પાડ્યો છે. ધરપકડ કરવામાં આવેલા આરોપીનું નામ દેવાંગ મેર છે. આરોપી આરોપી દેવાંગ તેના મિત્ર પરેશ વાજા પાસેથી ઇન્જેક્શન લાવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.