કોરોનામાં શાહરૂખનું પણ વર્ક ફ્રોમ હોમ
મુંબઈ: કોરોના વાયરસની મહામારી દરમિયાન વર્ક ફ્રોમ હોમ એટલે કે ઘરેથી કામ કરવાનું ચલણ વધ્યું છે. જેમાં હવે બોલિવૂડ સ્ટાર્સ પણ બાકાત નથી તેવું જાવા મળ્યું છે. બોલિવૂડના કિંગ તરીકે જાણીતો એક્ટર શાહરૂખ ખાન શુક્રવારના રોજ તેના ઘરની બાલ્કનીમાં શૂટિંગ કરતો જાવા મળ્યો હતો.
મુંબઈ સ્થિત મન્નત નામના બંગલામાં શાહરૂખ ખાન શૂટિંગ કરતો જાવા મળ્યો. જ્યાં શાહરૂખ ખાનની સામે લાઈટ અને કેમેરાનું સેટઅપ હતું. આ દરમિયાન શાહરૂખ ખાન બ્લેક શર્ટ અને વાદળી રંગના જીન્સમાં જાવા મળ્યો, તેણે ડાર્ક સનગ્લાસ પણ પહેર્યા હતા. શાહરૂખ ખાનના બોલિવૂડમાં આજે ૨૮ વર્ષ પૂરા થયા છે. કારણકે આજથી ૨૮ વર્ષ પહેલા તારીખ ૨૬ જૂન, ૧૯૯૨ના દિવસે શાહરૂખ ખાનની પહેલી બોલિવૂડ ફિલ્મ ‘દીવાના’ રિલીઝ થઈ હતી.
આ ફિલ્મમાં શાહરૂખ ખાનની સાથે ઋષિ કપૂર અને દિવ્યા ભારતી જાવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર હાલ પણ ટ્રેન્ડ થઈ રહ્યું છે. શાહરૂખ ખાનની વર્ષ ૨૦૧૮માં આવેલી ફિલ્મ ‘ઝીરો’ પછી તેની કોઈ બીજી ફિલ્મ હજુ રિલીઝ થઈ નથી. વર્ષ ૨૦૧૮ના ડિસેમ્બરમાં શાહરૂખ ખાનની ફિલ્મ ‘ઝીરો’ રિલીઝ થઈ હતી, ત્યારબાદ હજુ કોઈ ફિલ્મ રિલીઝ થઈ નથી.
નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં ભલે કેસ વધી રહ્યાં હોય પરંતુ અવારનવાર હવે બોલિવૂડ સ્ટાર્સ પણ જાવા મળે છે. કોઈ રનિંગ કરતું પરસેવો વહાવતા જાવા મળે છે તો કોઈ સાઈકલિંગ કરતાં જાવા મળે છે. વિવિધ રીતે સોશિયલ ડિસ્ટન્સ અને સરકારના આદેશોના પાલન વચ્ચે શૂટિંગ પણ શરૂ થઈ ગયાં છે. આ પહેલા અક્ષય કુમારે પણ એક જાહેરાતનું શૂટિંગ કર્યું હતું. જેમાં તે લોકોને કામ પર પરત ફરતા સમયે સાવધાની કેવી રીતે રાખવી જાઈએ એ અંગે માહિતી આપતા જાવા મળ્યો હતો.