કોરોનામાં સતત વધારો છતાં લોકોની માસ્ક પહેરવામાં બેદરકારી

પ્રતિકાત્મક
(એજન્સી) અમદાવાદ, છેલ્લા ચારેક દિવસથી જાણે કે ગુજરાત સહિત દેશભરમાં કોરોના વિસ્ફોટ થયો હોય તે રીતે કોરોનાના કસ સતત વધતા જઈ રહ્યા છે. આ પરિસ્થિતિમાં તંત્ર દ્વારા લોકોને વેક્સિન લેવા માટેેે ખાસ તાકીદ કરવામાં આવી રહી છે. તેમ છતાં લોકો માસ્ક પહેરવામાં આળસ કરી રહ્યા છે.
તેેને કારણે આવા લોકોને દંડવા માટે ખાસ કવાયત શરૂ કરવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકા અને અમદાવાદ પોલીસની સંયુક્ત કવાયતમાં શહેરમાંથી ૧પ૦૦થી વધુ લોકો માસ્ક વગરના ઝડપાયા હતા. જેની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવ્યા છે.
કોરોનાની બીજી લહેર વખતે લોકો માસ્ક પહેરતા થાય એના માટે એક હજાર રૂપિયાનો દંડ વસુલવામાં આવતો હતો. જેને કારણે દેશભરમાં લોકો માસ્ક પહેરતા થઈ ગયા હતા. ધીરે ધીરે કોરોના કાબુમાં આવતા તંત્ર ઢીલુ પડ્યુ હતુ. અને લોકોએ માસ્ક પહેરવાનું ઓછુ કરી દીધી હતુ.
ગ્રામ્ય વિસ્તારમાં તો લગભગ બંધ જઈ થયુ હતુ.હવે ફરીથી કોરોનાએ ઉપાડો લીધો છે. છેેલ્લા ચાર દિવસમાં જે રીતે કોરોનાના આંકડા વધતા જઈ રહ્યા છે તેને કારણે ખરેખર ચિંતાજનક પરિસ્થિતિનુૃ નિર્માણ થયુ છે.
આ પરિસ્થિતિમાં માસ્ક અનિવાર્ય છે. છતાં લોકો માસ્ક પહેરવાનુૃ ટાળતા હોવાથી પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા ખાસ કવાયત શરૂ કરવામાં આવી છછે. દિવસ દરમ્યાન માસ્ક વગરના ૧પ૦૦ લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. અને તેમની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.
આગામી દિવસોમાં આ કવાયત વધુ કડક બનાવવામાં આવશે. રાત્રેે કફ્ર્યુના અમલ દરમ્યાન પોલીસ હવે કડક થઈ હોય તેમ લાગી રહ્યુ છે. માસ્કના મુદ્દે પણ પોલીસની કડકાઈ કરવાની સુચના મળી ગઈ છે.