Western Times News

Gujarati News

કોરોનામાં સાજા થયા પછી પણ દર્દીઓમાં અશક્તિની ફરિયાદ

અમદાવાદ,  શહેર અને રાજ્યમાં ડિસ્ચાર્જ રેટ વધતાં છેલ્લા એક મહિનામાં કોરોનાને હરાવનારા દર્દીઓની સંખ્યામાં વૃદ્ધિ થઈ છે. શહેરના નિષ્ણાતોનું માનીએ તો, ડિસ્ચાર્જ થયેલા મોટાભાગના દર્દીઓને હજી પણ થાક અને સ્નાયુમાં દુખાવા જેવી ફરિયાદો છે. જાે કે, તેમણે એમ પણ કહ્યું કે, આમા ચિંતાની વાત નથી. સંતુલિત આહાર અને પૂરતા પ્રમાણમાં વિટામિનયુક્ત ખોરાક લેવાથી રાહત મળી શકે છે. શહેરના ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ અને કોવિડ-૧૯ માટેની સરકારના એડવાઈઝરી બોર્ડના સભ્યએ જણાવ્યું, ‘ડિસ્ચાર્જ થયેલા દર્દીઓમાં અશક્તિ, થોડા ડગલા ચાલ્યા પછી શ્વાસ ચડી જવો અને થાક લાગવા જેવી ફરિયાદો હજી પણ છે. પણ સાયકોલોજીકલ ફેક્ટર કામ કરી રહ્યા છે.’

નિષ્ણાતોના મતે, ડિસ્ચાર્જ આપ્યા પછી દર્દીઓને એક અઠવાડિયું ક્વોરન્ટીન થવાનું એટલા માટે જ કહેવાય છે જેથી તેઓ પુનઃ તંદુરસ્ત થઈ શકે. એક અન્ય ડોક્ટરે કહ્યું, ‘હાઈ પ્રોટીન અને મલ્ટી વિટામિન ડાયટ ડિસ્ચાર્જ થયેલા દર્દીઓને પ્રિસ્ક્રાઈબ કરીને આપીએ છીએ. વિટામિન ડ્ઢ પણ ડિસ્ક્રાઈબ કરવામાં આવે છે કારણકે દર્દીઓ ઘરમાં જ રહે છે અને તેમની શારીરિક પ્રવૃત્તિ પણ ઓછી હોય છે. મોટાભાગના કિસ્સાઓમાં દર્દીઓ એક મહિનામાં તો સંપૂર્ણપણે તંદુરસ્ત થઈ જાય છે. એન્ટીબોડી વિકસવામાં લગભગ ૨૮ દિવસનો સમય લાગે છે, માટે ડિસ્ચાર્જ પછી કાળજી રાખવી જરૂરી છે.’

આ ઉપરાંત એક નિષ્ણત ડોક્ટરે જણાવ્યું, “મોટાભાગના દર્દીઓમાં અશક્તિની ફરિયાદ મળી રહી છે. જે સામાન્ય છે અને દર્દીઓ તેમજ તેમના પરિવારે ચિંતિત થવાની જરૂર નથી. ઝડપથી સાજા થવા માટે માનસિક રીતે સ્વસ્થ થવું પણ જરૂરી છે. કોરોના ફરી ઉથલો મારે છે પરંતુ તેવા કેસ ઓછા છે. વાયરસ અહીં લાંબો સમય રહેશે જ એટલે આપણે તકેદારી રાખીને તેની સાથે જીવતા શીખવું પડશે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.