Western Times News

Gujarati News

કોરોના,રામ મંદિર શિલાન્યાસ બાદ પહેલીવાર બિહાર ચુંટણીમાં મોદીની પરીક્ષા થશે

નવીદિલ્હી, બિહાર વિધાનસભા ચુંટણી પરિણામ મહત્વપૂર્ણ સવાલોના જવાબ આપશે એટલે કે ચુંટણી એવા સમયમાં થઇ રહી છે જયારે રામ મંદિર નિર્માણ કાર્ય શરૂ થઇ ગયું છે આ ઉપરાંત કોરોના મહામારીનો સામનો તથા તાજેતરમાં સંસદથી પસાર કૃષિ અને શ્રમ ક્ષેત્રથી જાેડાયેલા વિધેયકો પર દેશનું રાજકારણ ગરમ છે જાહેર છે કે પરિણામ બતાવશે કે આ મહત્વપૂર્ણ મુદ્દા પર જનાદેશ કોની સાથે છે.

ચુંટણીનો મહત્વપૂર્ણ મુદ્દો મહામારી છે લોડડાઉન વચ્ચે જ લાખો પ્રવાસી મજદુરોએ અમાનવીય સ્થિતિમાં પલાયન કર્યું પલાયન કરનાર પ્રવાસી મજદુરોની સંખ્યા સૌથી વધુ બિહારના મજદુરોની હતી મહામારીનો સામનો કરવામાં કેન્દ્રની પધ્ધતિ પર મોદી સરકારની સાથેબિહાર સરકાર પણ નિશાન પર રહી છે વિરોધ પક્ષ કેન્દ્ર પર સારી વ્યવસ્થા ન કરવાનો સતત આરોપ લગાવી રહી છે.

તાજેતરમાં કૃષિ વિધેયક દેશવ્યાપી ચર્ચાનો મુદ્દો રહ્યો રાજયસભામાં વિધેયકોને પાસ કરાવવા દરમિયાન હંગામો અને દેશમાં કિસાનો તરફથી શરૂ કરવામાં આવેલ આંદોલને તેને મોટો મુદ્દો બનાવ્યો છે હવે પરિણામ બતાવશે કોની સાથે જનાદેશ છે.
લોકસભા ચુંટણી બાદ જે ચાર રાજયોમાં ચુંટણી થઇ ત્યાં ભાજપનું પ્રદર્શન સારૂ રહ્યું નથી આ રાજયોમાં લોકસભા ચુંટણીની સરખામણીમાં પાર્ટીના મતોમાં ૨૨ ટકા ધટાડો નોંધાયો જયારે હરિયાણામાં ગઠબંધનની સરકાર છે તો મહારાષ્ટ્ર અને ઝારખંડની સત્તા પણ ગુમાવવી પડી દિલ્હીમાં તમામ પ્રયાસો છતાં આપ પાર્ટીને પડકાર આપી શકી નથી
હવે બિહારના રૂપમાં ભાજપનો પાંચમો પડકાર છે પાર્ટીને સાબિત કરવું પડશે કે લોકસભા ચુંટણીની જે વિધાનસભા ચુંટણીમાં પણ તેનો જનાધાર યથાવત છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.