કોરોનાવાઇરસ: ભક્તો શિરડી ના આવે: શિરડી સંસ્થા

મુંબઇ, કોરોના વાઇરસને પગલે વિદેશના ૪૯૧ મંદિરોમાં દર્શન બંધ રાખવામાં આવ્યાં છે. મંદિરોમાં આરતી સિવાયના તમામ કાર્યક્રમ રદ કરી દેવાયા છે. આ પાકિસ્તાન સ્થિત શીખ ધર્મસ્થળ કરતારપુર કોરિડોર અનિશ્ચિત મુદત સુધી બંધ કરી દેવાઈ છે. આ ઉપરાંત શિરડી સંસ્થાને પણ ભક્તોને શિરડી નહીં આવવા અપીલ કરી છે. રોગચાળો કાબૂમાં લેવા મુંબઈ પોલીસે કલમ ૧૪૪ લાગુ કરી દીધી છે. દેશભરના બીએપીએસનાં ૧૨૦૦ મંદિરમાં સભાઓ રદ કરાઈ છે, પરંતુ દર્શન-અભિષેક રાબેતા મુજબ ચાલુ છે.
મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં કઝાકિસ્તાનથી પરત ફરેલી ૫૯ વર્ષીય મહિલા કોરોના વાઈરસ સંક્રમિત માલૂમ પડી છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ૩૨એ પહોંચી ગઈ છે. આ રોગચાળો કાબૂમાં લેવા મુંબઈ પોલીસે કલમ ૧૪૪ લાગુ કરી દીધી છે, જેથી સામૂહિક યાત્રાઓ, કાર્યક્રમોના આયોજન બંધ થાય. આ ઉપરાંત બોલિવૂડમાં પણ ફિલ્મ, ટીવી સિરિયલ્સ અને વેબ સીરિઝ સહિતના તમામ શૂટિંગ ૩૧ માર્ચ સુધી બંધ કરાયા છે.