કોરોના અંગેની ભરૂચ કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ.

ભરૂચ જીલ્લામાં એકપણ પોઝીટીવ કેસ નથી તેમ છતાં હજુ ગંભીરતા લઈ કોરોનાના સંક્રમણથી બચવા અનુરોધ કર્યો.
ભરૂચ, નોવેલ કોરોના(COVID-19) સામે અગમચેતી – સાવધાની વર્તવા માટે લેવામાં આવેલા પગલા અંગેની સમીક્ષા બેઠક કલેક્ટર ડૉ.એમ.ડી.મોડિયાના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના વિડિયો કોન્ફરન્સ હોલમાં યોજાઈ. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયન જિલ્લા પોલીસ વડા ચુડાસમા,નિવાસી અધિક કલેક્ટર જે.ડી.પટેલ,આરોગ્ય અધિકારી ત્રિપાઠી, ભરૂચ પ્રાંત અધિકારી,નોડલ અધિકારીઓ વિગેરે ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કલેક્ટરે જણાવ્યું કે ભરૂચ જિલ્લામાં કોરોના અંગે એક પણ પોઝીટીવ કેસ નથી તેમ છતાં હજુ ગંભીરતા લઈ સીન્સીયરલી આ રોગના વાયરસના સંક્રમણ થી બચવા માટેના પ્રયત્નો ચાલુ રાખવા ઉપસ્થિત અધિકારીઓને અનુરોધ કર્યો હતો. વધુમાં કલેક્ટરે પ્રજાજનો કે ઉદ્યોગકારો જો લોકડાઉન અંગે સહકારના આપતા હોય તો તેઓ સામે કડક હાથે કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
આરોગ્ય અધિકારીએ માહિતી આપતાં જણાવ્યું કે ભરૂચ જિલ્લા અને શહેરમાં આરોગ્યની ૧૪૬૬ ટીમો જેમાં આશા આંગણવાડી વર્કર,તલાટીઓ, આરોગ્યના કર્મચારીઓ વિગેરેનો સમાવેશ થાય છે. આ ટીમો ધ્વારા ત્રણ દિવસથી લોકોના કોરોના અંગે સર્વેક્ષણની કામગીરી ચાલુ છે.
આ બેઠકમાં કોરોના વાયરસના સંક્રમિત સામે સાવચેતી – સલામતી માટે આરોગ્ય વિભાગમાં માસ્ક, સેનીટાઈઝર વિગેરે ઈક્વિપમેન્ટસ(સાધનો), મેડીસીન દવાઓ વિગેરે જથ્થાની ઉપલબ્ધિ અંગે ચર્ચા-પરામર્શ જિલ્લાના હોસ્પિટલોમાં વેન્ટીલેટર,આઈસોલેશન વોર્ડ ઉપલબ્ધિ અંગેની માહિતી કલેક્ટરે મેળવી હતી.