કોરોના અંગે મોદીએ યુકેના વડાપ્રધાન સાથે વાતચીત કરી
નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિટેનના વડાપ્રધાન બોરિસ જોનસન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી આ બંન્ને નેતાઓએ કોરોના મહામારીના કારણે ઉભા થયેલા સંકટ પર ચર્ચા કરી અને વેકસીન ડેવલપમેંટ ઉત્પાદન પર ચર્ચા કરી.આ દરમિયાન બંન્ને નેતાઓ વચ્ચે કોરોના મહામારી ઉપરાંત રક્ષા સમજૂતિ વેપાર જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી.
નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી કહ્યું હતું કે મારા મિત્ર અને યુકેના વડાપ્રધાન બોરિસ જાેનસન સાથે એક સાથે ચર્ચા થઇ આ દરમિયાન આવનારા દાયકા સુધી ભારત બ્રિટેન સંબંધોના મહત્વાકાંક્ષી રોડમેપ પર સાર્થક વાતચીત થઇ અમે બધા ક્ષેત્રો વેપાર અને રોકાણ રક્ષા અને સુરક્ષા જલવાયુ પરિવર્તન અને કોરોના સામે લડવાની દિશામાં કામ કરવા પર સમજૂતિ થઇ.
બંન્ને દેશના નેતાઓ વચ્ચે વાતચીત દરમિયાન કોરોના અને બ્રેગ્ઝિટ પછીના સમયમાં ભારત યુકે વચ્ચેના સંબંધોને મજબુત બનાવવા કટિબધ્ધતા દર્શાવી બંને નેતાઓ આ વાત પર સહમત થયા કે વેપાર રોકાણ વૈજ્ઞાનિક રિસર્ચ,વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સના આદાન પ્રદાન અને રક્ષા સુરક્ષા ક્ષેત્રમાં સહયોગની ઘણી સંભાવનાઓ છે.બ્રિટેનના વડાપ્રધાન બોરિસ જાેનસને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો તેમણે કહ્યું કે તમારી સાથે વાતચીત કરતા ધણુ સારૂ લાગ્યું હું ૨૦૨૧માં અને તેનાથી આગળના સમયમાં પણ બ્રિટેન ભારતના સંબંધોને મજબુત કરવા માટે ઘણો ઉત્સુક છું.HS