Western Times News

Gujarati News

કોરોના અટકાવવા દેશની અદાલતોએ સરકારોને ગંભીર આદેશ આપ્યા

(તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા) તસવીર ગુજરાત હાઇકોર્ટ ની છે જ્યારે ઈનસેટ તસવીર ડાબી બાજુથી ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ ની છે બીજી તસ્વીર દિલ્હી હાઇકોર્ટની છે  જ્યારે નીચેની તસવીર દિલ્હી દરવાજા પાસે જુના કપડાના પોટલા લઈ ને વેપાર કરતાં ફેરીયાઓની છે.

સરકારે કરફ્યુ જાહેર કર્યો તે પૂર્વે લેવાયેલી ફાઈલ તસવીર છે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ ની ખંડપીઠે માસ્ક પહેરવા માટે સરકારને વધુ કડક બનાવવા અને ફિઝિકલ ડિસ્ટન્સ જાળવવા કડક કાર્યવાહી કરવા સૂચના આપેલી છે છતાં ગુજરાત સરકારનું પોલીસ તંત્ર આંખ આડા કાન કરે છે અને ફક્ત વાહનચાલકોને પકડી સંતોષ માને છે અને મ્યુ.અધિકારીઓ ને આવક મળે ત્યાં ફક્ત શીલ મારે છે? બાકી દિવાળી પર અને અન્ય જગ્યાએ લોકો ભેગા થયા ત્યાં શું કર્યું?

ચૂંટણી સમયે ભાજપના નેતાઓ કોંગેસના ના નેતાઓ પાસેથી કેટલો દંડ કર્યો?! ને પોલીસ અને મ્યુ. અધિકારીઓ ફક્ત કામ જનતા પાસે કાયદો પળાવે છે?! દિલ્હી મુંબઈ હાઈકોર્ટના જસ્ટિસ હિમા કોહલીએ પણ દિલ્હી સરકારની ઝાટકણી કાઢવી પડી છે કોરોના રોકવા તબીબી સારવાર ક્ષેત્રે શું પગલાં લીધા? અને ૩૩ ખાનગી હોસ્પિટલના ૮૦ ટકા આઈ.સી.યુ બેડ ખાલી રાખવા અને મીડિયામાં જાહેર ખબર આપી લોકો સુધી પહોંચાડવા આદેશ કર્યો છે.

બર્ટન્ડ રસેલે સરસ કહ્યું છે કે ઘણાખરા પ્રાણીઓ ભૂખ લાગે ત્યારે જ ખોરાક શોધવા નીકળે છે અને ખોરાક મળતો નથી ત્યારે ભૂખથી મરી જાય છે˜˜”!! જ્યારે એડી લોમોટીન કહે છે કે આપણા લોક પ્રતિનિધિઓને જેમ જેમ હું ઓળખતો જાઉં છું તેમ તેમ મને મારા કુતરાઓ પ્રત્યે વધારે ને વધારે આદર થાય છે˜˜!!

જે રાજ્યોમાં કોરોના વકર્યો છે ત્યાંની સરકારોને બેફિકરાઈ સરકારી અધિકારીઓની નબળાઈઓ અને નેતાઓના દૂરંદેશી ર્નિણયોનો અભાવ છે અને પછી લોકોમાં પ્રવર્તતી ગેરસમજ અને પૂર્ણ સત્યની ગંભીરતાનો અભાવ કારણભૂત છે! પરંતુ દેશનો અને ગુજરાતનું ન્યાયતંત્ર એટલું જ તો સજાગ છે કે સત્તાધારી રાજકીય નેતાઓને ફટકાર લગાવી ને સમજણ આપે છે અને દેશ માં જે નીડર નિષ્પક્ષ અને સ્વતંત્ર પત્રકારો અને અખબારો છે તેઓ હિંમતપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવ્યું છે! ત્યારે નેતાઓ અને પ્રજાના વર્તનમાં પરિવર્તન આવે છે!!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.