કોરોના અને લોકડાઉનથી રોજગારી છીનવાઇ,ગ્રેજયુએટ ચ્હા વેચી રહ્યાં છે
મુંબઇ, કોરોના વાયરસ સંક્રમણ અને લોકડાઉનના કારણે જયાં અનેક લોકોને નોકરીઓમાંથી હાથ ધોઇ નાખવા પડયા ત્યાં યુવાનોને નોકરી મેળવામાં અનેક પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે આવામાં હવે ગ્રેજુએટ છાત્ર ચ્હા વેચતા નજરે આવી રહ્યાં છે એટલું જ નહીં અમેરિકાથી પાછા આવેલા પણ હવે ખાવાની દુકાનો ખોલી રહ્યાં છે.
બીએસસીઆઇટીમાં ગ્રેજયુએટ પુરી કર્યા બાદ વિકી પાલકરે અનેક જગ્યાઓ પર કામ શોધ્યુ પણ કયાંય વાત બની નહીં ત્યારબાદ તેમણે પોતાના અન્ય સાથીઓની સાથે મળી મુંબઇના તિલકનગર સ્ટેશન પાસે ચ્હાની એક નાની દુકાન ખોલી આ દુકામાં તેમની સાથ નિસર્ગ જાધવ આપી રહ્યો છે જે ખુદ બીએમએમથી ગ્રેજયુએટ કરી રહ્યો છે.
આજ સ્થિતિ હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરી ચુકેલ રામ ચૌધરીનો છે માર્ચ મહીના સુધી રામ અમેરિકાના એક ક્રુઝમાં કામ કરતો હતો પરંતુ લોકડાઉન બાદ બધુ જ બંધ થઇ ગયું તેને ભારતમાં પણ અનેક મોટી મોટી હોટલોમાં કામ શોધવાનો પ્રયાસકર્યો પરંતુ કયાંય સફળતા મળી નહીં આખરે તેણે ફ્રૈંકી અને સૈંડવિચની એક દુકાન ખોલી દીધી.
લોકડાઉન અને કોરોનાની અઁસર સામાન્ય વ્યક્તિ ખિસ્સા પર પડી છે રિપોર્ટ અનુસાર લોકડાઉનથી પહેલા સધી ૩૦થી ૩૫ ટકા લોકોનું માનવું હતું કે ગત વર્ષની સરખામણીમાં તેમની કમાણીમાં વધારો થયો છે. લોકડાઉન બાદ હવે ફકત ૫.૪ ટકા લોકોની કમાણીમાં વધારો થયો જયારે ૪૯.૮ ટકા લોકોના પગારમાં કાર થવાની વાત સામે આવી છે ૪૪.૭ ટકા લોકોના પગારમાં કોઇ પરિવર્તન આવ્યું નહીં લોકડાઉન પહેલા આ આંકડો ૩૯ ટકા હતોે.HS