Western Times News

Gujarati News

કોરોના આ મહિને પીક પર હશે, તરત મિની લૉકડાઉન લગાવો : ડૉ. ગુલેરિયા

નવીદિલ્હી: કોરોના વાયરસની બીજી લહેર ભારતમાં ઝડપથી વધી રહી છે. આને જાેતા વૈજ્ઞાનિકોએ મેથેમેટિકલ મૉડલ સ્ટડીના આધારે કહ્યુ છે કે કોરોના મહામારીની બીજી લહેર મિડ એપ્રિલ સુધી પોતાના ચરમ પર એટલે પીક પર હશે. જાે કે તેમણે એ પણ કહ્યુ છે કે મેના અંત સુધી કોવિડ-૧૯ સંક્રમણમાં ઘટાડો જાેવા મળી શકે છે. ભારતીય પ્રોદ્યોગિકી સંસ્થા(આઈઆઈટી) કાનપુરના મણીન્દ્ર અગ્રવાલ સહિત અન્ય વૈજ્ઞાનિકોએ રિસર્ચ બાદ કહ્યુ છે કે ચાલી રહેલ કોરોના મહામારીની લહેર મિડ એપ્રિલમાં રોજ ઝડપથી વધવાની છે.

મણીંદ્ર અગ્રવાલે કહ્યુ છે કે છેલ્લા ઘણા દિવસોના કોરોના કેસને જાેતા અમે મેથેમેટિકલ મૉડલ પર સ્ટડી કર્યો છે જે બાદ અમે કહી શકીએ કે ભારતમાં કોવિડ-૧૯ના કેસ ૧૫થી ૨૦ એપ્રિલ વચ્ચે પોતાના ચરમ પર હશે. એવામાં જાે આ મહિને કોરોના પીક પર આવશે તો આ આશા રાખી શકાય કે મેથી કોવિડ૧-૯ ઘટવા લાગશે. વૈજ્ઞાનિકોએ કહ્યુ છે કે આ દરમિયાન એક દિવસમાં ૯૦ હજારથી દોઢ લાખ નવા કેસ રોજના જાેવા મળશે. જાે કે બહુ હદ સુધી એ ટેસ્ટિંગ પર ડિપેન્ડ હશે કે એક દિવસમાં કેટલા ટેસ્ટ કરવામાં આવે છે. તેમણે કહ્યુ છે કે આવનારા બે સપ્તાહ ખૂબ જ મહત્વના છે.

એઈમ્સના ડાયરેક્ટર ગુલેરિયાએ કહ્યુ – મિની લૉકડાઉનની જરૂર એઈમ્સના ડાયરેક્ટર ગુલેરિયાએ કહ્યુ – મિની લૉકડાઉનની જરૂર કોવિડ-૧૯ મહામારીની બીજી લહેરને ઝડપથી વધતી જાેઈ એઈમ્સના ડાયરેક્ટ ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યુ કે દેશમાં કોરોના વાયરસના ઝડપથી પ્રસારને રોકવા માટે મિની લૉકડાઉનની જરૂર છે. દેશમાં કોવિડ-૧૯ની સ્થિતિ ચિંતાજનક છે અને વાયરસના પ્રસાર માટે લોકો બેદરકારી રાખી રહ્યા છે. વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે

ડૉ. ગુલેરિયાએ કહ્યુ કે વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે કારણકે લોકો આ માટે બેદરકારી રાખી રહ્યા છે, માસ્ક અને સોશિયલ ડિસ્ટંસીંગના નિયમોને લોકો ફોલો નથી કરી રહ્યા. દેશમાં હવે બાળકો પણ સંક્રમિત થઈ રહ્યા છે. જાે કે તેમની પ્રતિરક્ષા વયસ્કોની સરખામણીમાં વધુ મજબૂત છે. તેમણે કહ્યુ કે પૂર્ણ રસીકરણ માટે દેશમાં ૨૦૦ કરોડ ડોઝની જરૂર છે. તેમણે કહ્યુ કે કોરોના વેક્સીનની રસી લાગ્યા બાદ પણ લોકોએ ૬ ફૂટનુ અંતર જાળવવુ જાેઈએ અને દરેક સમયે માસ્ક પહેરવુ જાેઈએ. કન્ટેન્ટ ઝોન વધારવાની જરૂર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.