કોરોના ઇફેક્ટ : અરવલ્લી વિદેશ પ્રવાસથી પરત ફરેલા ૫ લોકો આરોગ્ય તંત્રની નજર હેઠળ
દેશમાં કોરોના વાયરસનો ખતરો બીજા તબક્કામાં પહોંચી ગયો છે. હજુ તો વાયરસથી થનાર બીમાર કોવિડ-19 એ લોકો સુધી જ સીમિત છે જે પ્રભાવિત દેશમાંથી પાછા આવ્યા છે અને જે સંક્રમિતોના સંપર્કમાં આવ્યા છે. સરકાર હવે આગળ સંક્રમણ ફેલતા કે કમ સે કમ તેને નેકસ્ટ તબક્કામાં પહોંચતા રોકવા તનતોડ કોશિષ કરી રહ્યું છે.
ત્યારે અરવલ્લી જીલ્લામાં વિદેશ પ્રવાસ કરી પરત ફરેલા ૫ લોકોને આરોગ્ય વિભાગની દેખરેખ હેઠળ ઘરમાં ઓબ્જર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે જિલ્લા આરોગ્ય વિભાગ સાબદું બની ૫ હોસ્પિટલમાં વેન્ટિલેટર સાથે ૧૨ બેડ અને આઈસોલેશન વોર્ડ સહીત આરોગ્ય લક્ષી સેવાઓ માટે તમામ સગવડ ઉભી કરી દેવામાં આવી છે અત્યાર સુધી વિદેશ પ્રવાસથી પરત ફરેલા ૩૨ જેટલા લોકોને ઓબ્જર્વેશન હેઠળ રાખવામાં આવ્યા હતા અને કોરોના વાઈરસથી સંક્રમણિત છે કે નહિ તે માટે પરીક્ષણ કરાવવામાં આવતા તમામના રિપોર્ટ નેગેટિવ આવતા હાશકારો અનુભવ્યો હતો
આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર,તાજેતરમાં અરવલ્લી જીલ્લામાં ૫ લોકો વિદેશ પ્રવાસ કરી પરત ફર્યા છે જેમાં બે મહિલા અને ત્રણ પુરુષનો છે મોડાસા શહેરમાં ત્રણ, બાયડના સાઠંબા ગામમાં એક અને પહાડપુરમાં ૧ વ્યક્તિને તેમના ઘરે જ આરોગ્ય વિભાગની ટીમે ઓબ્જર્વેશન હેઠળ રાખ્યા છે આરોગ્ય વિભાગની ટિમ ૫ લોકોના ટેમ્પરેચરની સમયાંતરે માપણી કરવાની સાથે શરદી,ખાંસી છે કે નહિ તેની ચકાસણી હાથધરી છે
જિલ્લા આરોગ્ય વિભાગ કોરોના વાઈરસ સામે સંપૂર્ણ રીતે તૈયાર હોવાની સાથે વાઈરસ સંક્રમિત વ્યક્તિ થી એનકેન પ્રકારે પ્રવેશ કરે તો આ કોરોના નામની મહામારી સામે પહોંચી શકાય તે માટે સંપૂર્ણ રીતે સુસજ્જ હોવાનું જણાઈ રહ્યું